Zeptoએ પનીર ટિક્કાની જગ્યાએ ચિકન ટિક્કા ઓર્ડર ડિલિવર કરતા હોબાળો, સોશિયલ મીડિયા પર પોસ્ટ થઈ વાયરલ

ઓનલાઈન ફૂડ ડિલિવરી એપ્લિકેશનનો વધુ એક છબરડો સામે આવ્યો છે. Zeptoએ ગ્રાહકને વેજની જગ્યાએ નોન વેજ ડિલિવર કરતા હોબાળો મચ્યો હતો. ગ્રાહકે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરી આ અંગે જાણકારી આપી હતી.

Zeptoએ પનીર ટિક્કાની જગ્યાએ ચિકન ટિક્કા ઓર્ડર ડિલિવર કરતા હોબાળો, સોશિયલ મીડિયા પર પોસ્ટ થઈ વાયરલ
Zepto delivered non veg
Image Credit source: X
| Updated on: Feb 18, 2025 | 8:26 PM

જ્યારથી ઓનલાઈન ફૂડ ડિલિવરી એપ્લિકેશન શરૂ થઈ છે ત્યારથી લોકોને ઓનલાઈન ઓર્ડર કરવાની ઘેલછા થઈ ગઈ છે. આ એપ્લિકેશન પર નાની-મોટી ઓફર સાથે મનગમતું ફૂડ આસાનીથી ઘરે બેઠા મળી રહેતું હોવાથી ઓનલાઈન ફૂડ ડિલિવરી એપ્લિકેશનનો ઉપયોગ ખૂબ જ વધી ગયો છે. જોકે આવી એપ્લિકેશન પર જે ઓર્ડર કર્યો હોય તેની જગ્યાએ અન્ય ઓર્ડર આવી જવાની ઘટનાઓ પણ અવારનવાર સામે આવતી જ રહે છે. આવી જ એક ઘટના ફરી બની છે.

વેજની જગ્યાએ નોન વેજ ડિલિવર

ઓનલાઈન ફૂડ ડિલિવરી એપ્લિકેશન Zepto પર વિક્રમ સિંહ ભદૌરિયા નામના વ્યક્તિએ વેજ પનીર ટિક્કાનો ઓર્ડર કર્યો હતો, જોકે જ્યારે તેમણે પોતાનો ઓર્ડર ઓપન કર્યો તો તેઓ ચોંકી ગયા. કારણકે તેમણે જે ઓર્ડર કર્યો હતો તેની જગ્યાએ ડિલિવરી બોયે બીજો જ ઓર્ડર તેમને ડિલિવર કરી દીધો હતો. ચોંકાવનારી વાત તો એ હતી તેમણે વેજ ઓર્ડર કર્યું હતું અને તેમને નોન વેજ ઓર્ડર ડિલિવર કરવામાં આવ્યું હતું. પનીર ટિક્કાની જગ્યાએ તેમને ચિકન ટિક્કા ડિલિવર કરવામાં આવ્યું હતું.

 

સોશિયલ મીડિયા પર પોસ્ટ થઈ વાયરલ

Zepto પર ઓર્ડર કરનાર વિક્રમ સિંહ ભદૌરિયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરી આ અંગે જાણકારી આપી હતી. તેમની સાથે થયેલ આ છબરડાની જાણકારી આપતા વિક્રમ સિંહે લખ્યું, ‘ Zeptoએ વેજ પનીર ટિક્કાની જગ્યાએ નોન વેજ ચિકન ટીક્કાનો ઓર્ડર ડિલિવર કર્યો. order ID 65DAELKNO12590’. વિક્રમ સિંહ ભદૌરિયાની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી અને અનેક લોકોએ આ પોસ્ટ પર કોમેન્ટ પણ કરી હતી.

પહેલા પણ બની છે આવી અનેક ઘટના

આવું પહેલીવાર નથી જ્યારે ગ્રાહકને જે ઓર્ડર કર્યો હોય તેની જગ્યાએ કોઈ બીજો જ ઓર્ડર ડિલિવર થયો હોય. આ પહેલા પણ અનેકવાર આવી ઘટના બની ચૂકી છે. તેમાં પણ વેજની જગ્યાએ નોન વેજ ઓર્ડર ડિલિવર થવાની પણ અનેક ઘટના બની છે. એવામાં આવા ફૂડ ડિલિવરી એપ્લિકેશન પર કેવી રીતે ભરોસો કરવો એ મોટો પ્રશ્ન છે.