
કોરોના સંક્રમણને કારણે દેશમાં લાખો લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ મહામારીના કારણે લોકોને આર્થિક અને ભાવનાત્મક નુક્સાન સહન કરવુ પડ્યુ છે. કેટલાક એવા લોકો છે જેમનો આખો પરિવાર કોરાનાનો ભોગ બની ગયો. કેટલાક બાળકો માતા-પિતા વિહોણાં થઇ ગયા તો કેટલાક પેરેન્ટ્સે પોતાના બાળકોને ગુમાવી દીધા. તેવામાં હવે ભારતના ફેમસ યુટ્યુબર ભુવન બામએ (YouTuber Bhuvan Bam) પણ કોરોના મહામારીમાં પોતાના માતા-પિતા (Bhuvan Bam’s parents passed away) ગુમાવ્યા છે.
ભુવન બામે (Bhuvan Bam) પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ શેયર કરીને આ માહિતી લોકોને આપી છે. ભુવને પોતાના માતા-પિતા સાથે વિતાવેલા ક્ષણોને યાદ કરીને એક ફોટો શેયર કર્યો છે. તેમના પર આવી પડેલા આ દુખ વિશે જાણીને તેમના કરોડો ફેન શોકમાં છે.
તેણે કેપ્શનમાં લખ્યુ કે, ‘મે કોવિડના કારણે મારી બંને લાઇફ લાઇન ગુમાવી દીધી છે. આઇ અને બાબા વગર કઇ પણ પહેલા જેવું નહી રહે. એક મહિનામાં બધુ વિખેરાય ગયુ ઘર, સપનાઓ બધુ જ. મારી પાસે આઇ નથી, મારી સાથે હવે બાબા નથી. હવે ફરીથી જીવતા શીખવું પડશે. મન નથી કરતુ. શું હુ સારે દિકરો હતો ? શું મે એમને બચાવવા માટે બધા પ્રયત્નો કર્યા ? મારે હવે આ બધા સવાલો સાથે જીવવાનું છે. હુ એમને પાછો મળવા માટે રાહ નથી જોઇ શક્તો. કાશ એ દિવસ જલદી થી આવે.’
ભુવનની આ ભાવુક પોસ્ટ વાંચ્યા બાદ તેમના બધા ફેન દુખી છે. પોસ્ટ વાંચીને તેમના મિત્રો અને ઇન્ડસ્ટ્રીના લોકોએ તેમના પ્રતિ સંવેદના જાહેર કરી છે. બોલીવૂડ એક્ટર રાજકુમાર રાવ, તાહિરા કશ્યપ, કોમેડિયન તન્મય ભટ્ટ અને ફેમસ યુટ્યુબર કેરી મિનાટીએ ભુવન માટે સોશિયલ મીડિયા પર પોસ્ટ લખીને તેમને સાંતવના પાઠવી છે.
My brother lost both his lifelines
Bhuvan is going through the worst phase of his life
He needs your prayers and your love
Nobody can ever understand the pain he is suffering from
He needs you all
Shocking and extremely devastating
Om shanti pic.twitter.com/SPbVhEz6hH— Ashish Chanchlani (@ashchanchlani) June 12, 2021
2020 ના સપ્ટેમ્બર મહિનામાં ભુવન પણ કોરોના સંક્રમિત થયા હતા. તેમણે ઘરે જ રહીને પોતાનો ઇલાજ કર્યો હતો. ત્યાર બાદ ભુવન તેમના માતા-પિતાની સાથે જ રહેતા હતા.
આ પણ વાંચો – ભારે વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા Red, Yellow કે Orange Alert આપવામાં આવે છે, તેનો અર્થ શું છે?