Knowledge: જાણો દૂનિયાના કેટલા દેશોમાં સાપ કે ગરોળી જોવા નથી મળતા, જાણો તેના પાછળનું કારણ

સાપ (Snake) ખૂબ જ ઝેરી અને ખતરનાક જીવો છે. તેનું નામ સાંભળતા જ ઘણા લોકો ડરી જાય છે. આ તમને દુનિયાના અલગ-અલગ દેશોમાં જોવા મળશે, પરંતુ આ ધરતી પર કેટલાક એવા દેશ છે જ્યાં તમને એક પણ સાપ જોવા નહીં મળે. તો જાણો કેમ સાપ જોવા નથી મળતા.

Knowledge: જાણો દૂનિયાના કેટલા દેશોમાં સાપ કે ગરોળી જોવા નથી મળતા, જાણો તેના પાછળનું કારણ
You will not find a snake even after searching in these countries
| Edited By: | Updated on: Jun 12, 2022 | 1:16 PM

ભારતના વિવિધ રાજ્યોમાં ઉનાળાની ઋતુમાં ગરોળી (Lizard) અને સાપ (Snake) જોવા એ સામાન્ય બાબત છે. જો કે સાપને જોઈને લોકો ખૂબ જ ડરી જાય છે. ઘણી વખત સાપ કરડવાથી માનવ મૃત્યુના અહેવાલો છે. પરંતુ આજે અમે તમને દુનિયાની કેટલીક એવી જગ્યાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં કોઈ સાપ કે ગરોળી નથી.

આ સ્થળોએ કોઈ સાપ નથી

આર્કટિક સર્કલ અને એન્ટાર્કટિકામાં સાપ અને ગરોળી જોવા મળતી નથી. તેનું કારણ એ છે કે આ વિસ્તારોમાં બરફ જામેલો રહે છે અને સાપ માટે આવી ઠંડી સહન કરવી અશક્ય છે. આ સિવાય આયર્લેન્ડ, ન્યુઝીલેન્ડ, આઈસલેન્ડ અને ગ્રીનલેન્ડમાં પણ તમને સાપ જોવા નહીં મળે. સાપ ન હોવા પાછળનું ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણ પણ જોવા મળે છે. જે આ મુજબ છે.

સાપ ન હોવાનો આ છે ધાર્મિક તર્ક

આ દેશોમાં સાપની ગેરહાજરી પાછળ અલગ-અલગ કારણો જણાવવામાં આવે છે. કેટલાક આની પાછળ ધાર્મિક કારણોમાં માને છે તો કેટલાક વૈજ્ઞાનિક કારણો પણ છે. આયર્લેન્ડમાં એવું માનવામાં આવે છે કે સો વર્ષ પહેલા દેશમાં ઘણા સાપ હતા. તે બધે દેખાતા હતા. સાપના કારણે લોકોને મુશ્કેલી થવા લાગી. ત્યારબાદ લોકોની માગ પર સંત પેટ્રિક 40 દિવસ સુધી ભૂખ્યા અને તરસ્યા રહ્યા. આ પછી તેણે બધા સાપોને દરિયામાં મોકલી દીધા. આ જ કારણ છે કે આયર્લેન્ડમાં દર વર્ષે એક તહેવાર ઉજવવામાં આવે છે, જેમાં સાપની પૂજા કરવામાં આવે છે.

આ છે વૈજ્ઞાનિક તર્ક

વૈજ્ઞાનિકો કહે છે કે ઘણા વર્ષો પહેલા દેશમાં માત્ર બરફ હતો. આવી સ્થિતિમાં સાપ માટે ઠંડીમાં રહેવું શક્ય નહોતું. આ કારણોસર, અહીં સાપની કોઈ જાતિ ન હતી. વૈજ્ઞાનિકો કહે છે કે સાપનું લોહી ગરમ હોય છે અને તે ઠંડા વિસ્તારોમાં રહી શકતા નથી. જો ન્યુઝીલેન્ડ, આઈસલેન્ડ અને ગ્રીનલેન્ડની વાત કરીએ તો આ દેશોમાં હંમેશા કોલ્ડ વેવની સ્થિતિ રહે છે.

Published On - 1:13 pm, Sun, 12 June 22