કોરોનાએ વધાર્યું અમીર અને ગરીબ વચ્ચેનું અંતર, વિશ્વના 25 ધનાઢ્ય પરિવારોની સંપત્તિમાં 312 અબજ ડોલરનો ભારે ઉછાળો

|

Sep 19, 2021 | 11:41 PM

કોરોના કટોકટીએ ધનિકોને વધુ સમૃદ્ધ બનાવ્યા છે, જ્યારે ગરીબોની સ્થિતિ વધુ ખરાબ થઈ છે. વિશ્વના 25 સૌથી ધનિક પરિવારોની સંપત્તિમાં છેલ્લા એક વર્ષમાં 312 અબજ ડોલરનો વધારો થયો છે.

કોરોનાએ વધાર્યું અમીર અને ગરીબ વચ્ચેનું અંતર, વિશ્વના 25 ધનાઢ્ય પરિવારોની સંપત્તિમાં 312 અબજ ડોલરનો ભારે ઉછાળો
આ 25 પરિવારોની કુલ સંપત્તિ 1.7 ટ્રિલિયન ડોલર છે.

Follow us on

પર્યાપ્ત લીક્વીડીટી શેરબજારમાં સતત તેજી અને અનુકૂળ કર નીતિને કારણે સમગ્ર વિશ્વમાં ધનિકો વધારેને વધારે સમૃદ્ધ બની રહ્યા છે. વિશ્વના 25 સૌથી ધનિક પરિવારોની સંપત્તિમાં આ વર્ષે 22 ટકાનો વધારો થયો છે. આ 25 પરિવારોની કુલ સંપત્તિ 1.7 ટ્રિલિયન ડોલર છે. આ દાવો બ્લૂમબર્ગ રિપોર્ટમાં કરવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર છેલ્લા એક વર્ષમાં વંશવાદી સંપત્તિમાં નોંધપાત્ર વધારો થયો છે.

 

વિશ્વના સૌથી મોટા રિટેલર વોલમાર્ટમાં આધાર હિસ્સો ધરાવતા વોલ્ટન પરિવારની સંપત્તિમાં સૌથી મોટો વધારો જોવા મળ્યો છે. આ પરિવારની કુલ સંપત્તિ 23 બિલિયન ડોલર વધીને 238.20 બિલિયન ડોલર થઈ છે. આ યાદીમાં નવી એન્ટ્રી ફ્રેન્ચ એવિએશન કંપની ડસોલ્ટના માલિક છે. આ સિવાય અમેરિકન મેકઅપ અને કોસ્મેટિક કંપની એસ્ટી લોડર ( Estee Lauder) ફેમિલી પણ પ્રથમ વખત આ લિસ્ટમાં સામેલ થઈ છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

અમેરિકા ધનિકો પર વધુ ટેક્સ લાદવાનું વિચારી રહ્યું છે

તમે સેમસંગનું નામ પહેલાથી જ જાણો છો. આ દક્ષિણ કોરિયાની કંપની મોબાઈલ ફોનથી લઈને ઈલેક્ટ્રોનિક્સ સુધી ઘણી પ્રોડક્ટ બનાવે છે. આ કંપનીના માલિક લી ફેમિલીનું નામ ટોપ -25ની યાદીમાંથી બહાર થઈ ગયું છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કોરોનાને કારણે આ ભેદભાવ વધ્યો છે. તાજેતરમાં અમેરિકી બાઈડેન વહીવટીતંત્રે આ અમીરો પર વધુ ટેક્સ લાદવાની દરખાસ્ત કરી હતી. જોકે હજુ સુધી આ દિશામાં કોઈ પગલું લેવામાં આવ્યું નથી.

 

મુકેશ અંબાણી 11મા ક્રમે છે

અહીં, બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ મુજબ એલોન મસ્ક 205 બિલિયન ડોલરની સંપતિ  સાથે ફરી એક વખત પ્રથમ નંબર પર છે. જેફ બેઝોસ 200 બિલિયન ડોલર સાથે બીજા નંબરે છે. મુકેશ અંબાણી 91.80 બિલિયન ડોલર સાથે 11માં સ્થાને છે અને ગૌતમ અદાણી 71.30 અબજ ડોલરની ખાનગી સંપતિ સાથે 14મ સ્થાને છે. આ વર્ષે અત્યાર સુધી ગૌતમ અદાણીની સંપત્તિમાં 37.50 અરબ ડોલરનો ઉછાળો આવ્યો છે, જ્યારે મુકેશ અંબાણીની સંપત્તિમાં 15.10 અરબ ડોલરનો ઉછાળો આવ્યો છે.

 

આ પણ વાંચો :  કર્મચારીઓના પગારને અસર કરતા લેબરકોડનો અમલ આ વર્ષે થવાની શક્યતા ઓછી, જાણો કયા છે કારણો ?

 

આ પણ વાંચો :  Maharashtra: પીએમ મોદીએ 7 વર્ષથી કોઈ પ્રેસ કોન્ફરન્સ કરી નથી,  તેમની આ જ વાત મને પસંદ છે,’ ભાજપના સાંસદ પ્રીતમ મુંડેએ કેમ આ નિવેદન આપ્યું?

Next Article