મદનિયાએ પાણીમાં કરી મસ્તી, જોઈને તમારુ બાળપણ તમને આવશે યાદ, સુંદર વીડિયો જોઈને તમે થાકશો જ નહીં

World Elephant Day 2025: ભારતીય વન સેવા (IFS) ના ભૂતપૂર્વ અધિકારી સુશાંત નંદાએ એક સુંદર વીડિયો શેર કર્યો છે. જેમાં એક હાથીનું બચ્ચું તેની માતાની દેખરેખ હેઠળ વહેતા પાણીના પ્રવાહમાં મજા કરતો જોવા મળે છે.

મદનિયાએ પાણીમાં કરી મસ્તી, જોઈને તમારુ બાળપણ તમને આવશે યાદ, સુંદર વીડિયો જોઈને તમે થાકશો જ નહીં
Cute baby Elephant video
| Updated on: Aug 12, 2025 | 4:12 PM

World Elephant Day 2025: આજે વિશ્વ હાથી દિવસ નિમિત્તે ભૂતપૂર્વ ભારતીય વન સેવા (IFS) અધિકારી સુશાંત નંદાએ એક સુંદર વીડિયો શેર કર્યો છે, જેમાં એક મદનિયું તેની માતાની દેખરેખ હેઠળ વહેતા પાણીના પ્રવાહમાં મસ્તી કરતો જોવા મળે છે. વીડિયોમાં મદનિયું કાળજીપૂર્વક તેની માતા સાથે નહેરમાં પ્રવેશ કરે છે અને પછી ઠંડા પાણીમાં છબછબિયા કરે છે અને લપસી પડે છે.

પોતાની પોસ્ટના કેપ્શનમાં સુશાંત નંદાએ આ વીડિયો વિશે લખ્યું છે: ” એક એક પગલું-પગલું—એક સૂંઢથી બીજી સૂંઢ સુધી આ સુંદર બાળક તેની માતાની દેખરેખ હેઠળ પાણીનો જાદુ શોધે છે. પાણીનું દરેક ટીપું આશાનું ટીપું છે. ચાલો જોઈએ કે આ ક્ષણ ક્યારેય સમાપ્ત ન થાય. ભવિષ્ય માટે RT કરો, જ્યાં હાથીઓ મુક્તપણે ફરી શકે. #WorldElephantDay”

જુઓ વીડિયો…..

સુશાંત નંદા દ્વારા ઇન્સ્ટાગ્રામ પર શેર કરાયેલ હાથીના બાળકનો આ વીડિયો લોકોના દિલ જીતી રહ્યો છે. આ વીડિયો શેર થયાને થોડા કલાકો જ થયા છે અને અત્યાર સુધીમાં 6 હજારથી વધુ લોકોએ આ વીડિયો જોયો છે અને સેંકડો લોકોએ આ વીડિયોને લાઈક કર્યો છે. લોકો આ વીડિયો પર પ્રેમથી ટિપ્પણી કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું – બાળક ખૂબ જ સુંદર છે. બીજા યુઝરે લખ્યું – કેટલું સુંદર દૃશ્ય.

વિશ્વ હાથી દિવસ- 12 ઓગસ્ટ

વિશ્વ હાથી દિવસ, જે દર વર્ષે 12 ઓગસ્ટે ઉજવવામાં આવે છે. જેમની વસ્તી નિવાસસ્થાનના નુકશાન, શિકાર અને માનવ-વન્યજીવન સંઘર્ષને કારણે જોખમમાં છે. તે માટે આ દિવસ ઉજવવામાં આવે છે.

આ પણ વાંચો: જંગલી હાથી સાથે સેલ્ફી લેવી મોંઘી પડી, ગુસ્સે ભરાયેલા ‘ગજરાજ’ મચાવી અફરા-તફરી, જુઓ Video

આવા વીડિયો અન્ય ચેટ કે એપ્સ દ્વારા વારંવાર શેર કરવામાં આવતા હોવાથી આવી ક્લિપ્સ ઝડપથી ફેલાઈ જાય છે. મોટાભાગના વાયરલ વીડિયોમાં મજા પડતી હોય છે. આવા જ વાયરલ વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો.

Published On - 4:09 pm, Tue, 12 August 25