Bird Video : અરે આ શું…મોરના ઈંડા ચોરતી હતી આ મહિલા ! પછી પંખીએ સરખી રીતે ભણાવ્યો પાઠ

મોર (Peacock) જોવામાં જેટલા સુંદર અને મનોહર હોય છે તેટલા જ ખતરનાક હોય છે, જો વાત તેમના ઈંડાની વાત આવે તો. તાજેતરના દિવસોમાં આને લગતો એક એવો જ વીડિયો સામે આવ્યો છે. જેને જોયા પછી તમને પણ માતાનો પ્રેમ સમજાઈ જશે.

Bird Video : અરે આ શું...મોરના ઈંડા ચોરતી હતી આ મહિલા ! પછી પંખીએ સરખી રીતે ભણાવ્યો પાઠ
woman trying to steal peacock eggs
| Edited By: | Updated on: May 26, 2022 | 9:49 AM

તમે માતાના પ્રેમની (Mother Love) તુલના વિશ્વની કોઈપણ વસ્તુ સાથે કરી શકતા નથી. માતા તેના બાળકને તેના ગર્ભમાં હોય ત્યારથી જ જાણે છે. માતા માનવ હોય, પશુ હોય કે પંખી હોય તેના બાળકોની રક્ષા માટે સમગ્ર પરિવારની જવાબદારી લેવા તેમજ પોતાની જાતને દાવ પર લગાવવા તૈયાર હોય છે. આ માત્ર માણસોને જ નહીં પણ પ્રાણીઓને પણ લાગુ પડે છે. હાલમાં જ મોરનો પણ આવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક મહિલા મોરના ઈંડા ચોરવાની કોશિશ કરે છે, પરંતુ તેની સાથે જે થાય છે તે જોઈને મોર (Peacock) તેને એવો પાઠ ભણાવે છે કે તે આખી જીંદગી ભૂલશે નહીં.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક મોર ઘણાં ઈંડાની પાસે બેઠો છે. એટલામાં જ એક મહિલા તેની નજીક આવે છે અને તેને ઊંચકીને આગળ ફેંકી દે છે. આ પછી તે જમીન પર પથરાયેલા તમામ ઈંડા (Peacock Egg) એકઠા કરવાનું શરૂ કરે છે. થોડીક સેકન્ડો પછી મોર ઊડતો આવે છે અને મહિલાને એવી ટક્કર મારે છે કે તે પડી જાય છે. તે પછી, તે તેના પર એવી રીતે હુમલો કરે છે કે તમે પણ જોઈને આશ્ચર્યચકિત થઈ જશો અને ક્યારેય કોઈ મોરના ઈંડાને આકસ્મિક રીતે સ્પર્શ કરવાનો પ્રયાસ કરશો નહીં.

અહીં વીડિયો જુઓ…..

આ વીડિયોને ટ્વિટર પર @issawooo નામના એકાઉન્ટ દ્વારા શેયર કરવામાં આવ્યો છે. આ વીડિયો લખાય છે ત્યાં સુધી આ વીડિયોને 15 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. આ સાથે 1.11 લાખથી વધુ લાઈક્સ, 20 હજાર રીટ્વીટ અને 3 હજારથી વધુ કમેન્ટ્સ મળી છે. લોકો તેને વારંવાર જોવાનું પસંદ કરી રહ્યા છે અને તેમની પ્રતિક્રિયાઓ નોંધાવી રહ્યા છે.

વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું કે, ‘મોરે ઈંડા ચોરનારને સાચો પાઠ ભણાવ્યો છે.’ જ્યારે અન્ય એક યુઝરે લખ્યું કે, ‘તમામ માનવીએ પણ સમજવું જોઈએ કે પ્રાણીઓ પણ પોતાના બાળકોને પ્રેમ કરે છે.’ આ સિવાય ઘણા અન્ય યુઝર્સે આ અંગે પોતાનો પ્રતિભાવ આપ્યો છે.