Viral Video : ફ્લાઇટમાં મહિલાએ ગીત ગાયુ તો લોકો બોલ્યા ‘લોકલ ટ્રેન જેવો માહોલ’

આ વીડિયો જોઈને એવું લાગશે કે જાણે આ ફ્લાઈટ નથી પણ લોકલ ટ્રેન છે. સોશિયલ મીડિયા પર લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. આ વીડીયો મોહમ્મદ મગદી નામના એકાઉન્ટ દ્વારા ઈન્સ્ટાગ્રામ રીલ્સ પર અપલોડ કરવામાં આવ્યો હતો.

Viral Video : ફ્લાઇટમાં મહિલાએ ગીત ગાયુ તો લોકો બોલ્યા લોકલ ટ્રેન જેવો માહોલ
Woman sang song in flight and passengers started clapping
| Edited By: | Updated on: Oct 15, 2021 | 1:54 PM

લાંબી મુસાફરીમાં કંટાળો આવવો સામાન્ય છે, પરંતુ કેટલાક લોકો તેમના કંટાળાને દૂર કરવા માટે અલગ અલગ રીતો અજમાવે છે. ઉદાહરણ તરીકે, કેટલાક લોકો ગીતો સાંભળીને તેમની યાત્રા પસાર કરે છે, જ્યારે કેટલાક મેગેઝિન અથવા ન્યૂઝ પેપર્સ વાંચીને. પરંતુ જ્યારે તમે લાંબા રૂટની ફ્લાઇટમાં હોવ ત્યારે સમય પસાર કરવો સરળ નથી. ખરેખર, લોકો ઘણીવાર ફ્લાઇટમાં શાંતિથી મુસાફરી કરવાનું પસંદ કરે છે, પરંતુ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટમાં ઘણા કલાકો પસાર કરવા પડે છે. હવે કલ્પના કરો કે જો તમે આ ફ્લાઇટ્સમાં પણ લોકલ ટ્રેન જેવા દ્ર્શ્યો જોશો તો શું થશે? દેખીતી રીતે દરેકને આશ્ચર્ય થશે.

હાલમાં સોશિયલ મીડિયા પર આવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોયા પછી તમે ચોક્કસ આશ્ચર્ય પામશો. આ વખતે જે વીડિયો લોકોનું ધ્યાન ખેંચી રહ્યો છે. તેમાં, ફ્લાઇટમાં એક મહિલાએ ગીત ગાઇને એવું વાતાવરણ ઉભુ કર્યું હતું કે જેને જોઇને બધાને મજા પડી ગઇ. જેમ ઘણી વખત ટ્રેનમાં આપણને લોકો ભજન-કીર્તન કરતા જોવા મળે છે. તે જ રીતે આ મહિલા ફ્લાઇટમાં ગીતો ગાતી જોવા મળી. મહિલાએ ખૂબ જ જૂનું બોલિવૂડ ગીત ‘સજ રહી ગલી મેરી મા …’ ગાયું હતું. આ ગીત મેહમુદે ‘કુંવારા બાપ’ ફિલ્મમાં ગાયું હતું. મહિલાએ ગાવાનું શરૂ કરતા જ નજીકમાં ઉભેલા લોકોએ તાળીઓ પાડવા માંડી.

 

આ વીડિયો જોઈને એવું લાગશે કે જાણે આ ફ્લાઈટ નથી પણ લોકલ ટ્રેન છે. સોશિયલ મીડિયા પર લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. આ વીડીયો મોહમ્મદ મગદી નામના એકાઉન્ટ દ્વારા ઈન્સ્ટાગ્રામ રીલ્સ પર અપલોડ કરવામાં આવ્યો હતો, વીડિયો શેયર કરતા કેપ્શનમાં લખવામાં આવ્યુ હતુ કે ‘આને ફ્લાઇટમાં લોકલની મજા કહેવાય છે’. આ વીડિયો પર એક યુઝરે લખ્યું, ‘કેટલાક લોકો જ્યાં પણ હોય તેમનો મૂડ સરખો રહે છે.’ જ્યારે અન્ય યુઝરે લખ્યું કે, ‘શું ચાલી રહ્યું છે, હું પણ આ ફ્લાઇટમાં મુસાફરી કરવા માંગુ છું.’

આ પણ વાંચો –

Rajkot: નાની બાળકી અને પોલીસની રકઝકનો વિડીયો આવ્યો સામે, સામાન્ય જનતા પર દાદાગીરી, પૂર્વ મેયર સામે ચુપ!

આ પણ વાંચો –

IPL 2021: ઋતુરાજ પાસે રેકોર્ડ બનાવવાની તક છે, જો આવું કરશે તો કોહલી, ધોની અને રોહિતને પાછળ છોડી દેશે

આ પણ વાંચો –

Bhakti: અનેક પ્રકારના લાભની પ્રાપ્તિ કરાવશે દશેરાનો અવસર, સરળ ઉપાયથી થશે ભાગ્યોદય