13 કલાકની મુસાફરી બાદ કેબ ડ્રાઈવરને રૂપિયા આપવાનો મહિલાએ કર્યો ઇનકાર, જુઓ Video

ગુડગાંવમાં એક મહિલાએ કેબ ડ્રાઈવરે 13 કલાકની મુસાફરી બાર રૂપિયા આપવાનો ઈન્કાર કરતા હોબાળો થયો હતો, જે બાદ અન્ય એક મહિલાએ આ અંગેની એક વિડીયો શેર કર્યો હતો જે વાયરલ થયો છે.

13 કલાકની મુસાફરી બાદ કેબ ડ્રાઈવરને રૂપિયા આપવાનો મહિલાએ કર્યો ઇનકાર,  જુઓ Video
Gurgaon Woman
| Edited By: | Updated on: Jul 25, 2023 | 11:54 PM

ગુરુગ્રામના સાયબર સિટીનો એક વીડિયો હાલ વાયરલ (Viral) થયો હતો. જેમાં એક મહિલા કેબ ડ્રાઈવર અને પોલીસ અધિકારીઓ સાથે ઝઘડો કરતી જોવા મળી રહી છે. વીડિયોમાં દેખાતી મહિલાએ કેબ ડ્રાઇવરને મુસાફરી બાદ રૂપિયા આપવાનો ઇનકાર કર્યો હતો, એવો કેબ ડ્રાઈવરે આ મહિલા પર આરોપ લગાવ્યો હતો, જે બાદ મહિલા ગુસ્સે થઈ ગઈ હતી.

મહિલાએ કેબ ડ્રાઈવરને એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેરવ્યો

હકીકતમાં જ્યોતિ નામની આ મહિલાએ મોડી રાત્રે મેદાંતા હોસ્પિટલ પાસેથી ઓલા એપ પરથી કેબ બુક કરી હતી. ત્યારબાદ દીપક નામનો કેબ ડ્રાઈવર કેબ લઈ આવ્યો અને બાદમાં આ મહિલા બીજા દિવસે સવારે 11 વાગ્યા સુધી કેબ ડ્રાઈવરને એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેરવતી રહી હતી.

ડ્રાઈવરે પૈસા માંગ્યા તો તે ગુસ્સે થઈ ગઈ

જ્યારે કેબ ડ્રાઈવરે જ્યોતિને ચોક્કસ સરનામું પૂછ્યું કે જ્યાં તે મહિલાને ડ્રોપ કરી શકે અને રાઈડ પૂરી કરી શકે ત્યારે જ્યોતિએ કોઈ જવાબ ન આપ્યો. કેબ ડ્રાઈવરનું કહેવું છે કે જ્યારે તેણે તેનું પેમેન્ટ માંગ્યું તો જ્યોતિ ગુસ્સામાં આવી ગઈ અને તેને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. આ પછી દીપકે પોલીસમાં ફોન કરી આ ઘટના અંગે ફરિયાદ નોંધાવી હતી.

પોલીસ સાથે મહિલાએ દુર્વ્યવહાર કર્યો

કેબ ડ્રાઈવરની ફરિયાદ બાદ જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે જ્યોતિએ પોલીસ સાથે પણ દુર્વ્યવહાર કર્યો હતો. ત્યાં હજાર અન્ય એક મહિલા અને ત્યાં હજાર લોકો સાથે પણ આ મહિલાએ ખરાબ વ્યવહાર કર્યો હતો. બાદમાં પોલીસ આ મહિલાને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી.

આ પણ વાંચો : Video Viral: સીટ પર બેસવા માટે મહિલાઓ વચ્ચે ઝઘડો, વાળ ખેંચીને જમીન પર પછાડી

અન્ય મહિલાએ વીડિયો પોસ્ટ કર્યો

આ સમગ્ર ઘટના સ્થળ પર હાજર અન્ય એક મહિલાએ રેકોર્ડ કરી હતી અને બાદમાં આ વીડિયો તેમણે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર અપલોડ કર્યો હતો. જે વીડિયોમાં હાલ ખૂબ જ વાયરલ થયો હતો.

વાયરલ અને ટ્રેન્ડિંગના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો