કોરોનાવાયરસ (Corona Virus) રોગચાળાની શરૂઆત પહેલા, વિશ્વભરની કંપનીઓમાં નોકરીના ઇન્ટરવ્યુ મોટાભાગે ઑફલાઇન થતા હતા, પરંતુ હવે ઇન્ટરવ્યુ ઓનલાઈન લેવામાં આવી રહ્યા છે અને નોકરી માટે ઉમેદવારોની પસંદગી કરવામાં આવી રહી છે. ઘણી કંપનીઓમાં નોકરી માટેની પરીક્ષાઓ પણ વીડિયો કોલની દેખરેખ હેઠળ થઈ રહી છે. હવે તમે જાણતા જ હશો કે ઈન્ટરવ્યુ માટે ક્યાંય જતા પહેલા, લોકોએ દરેક વસ્તુ પર ધ્યાન આપવું જોઈએ, જેમ કે કેવી રીતે પોશાક પહેરવો, એમ્પ્લોયર સાથે કેવી રીતે વાત કરવી, તેના પ્રશ્નોના જવાબ કેવી રીતે આપવા વગેરે. પરંતુ કેટલીકવાર લોકો સાથેના ઇન્ટરવ્યુ સાથે જોડાયેલી કેટલીક એવી ઘટનાઓ બને છે કે લોકો તેના વિશે જાણીને આશ્ચર્યચકિત થઈ જાય છે.
આવી જ એક ઘટના Chaylene Martinez નામની મહિલા સાથે બની છે જે ખૂબ જ વિચિત્ર છે. શૈલેન માર્ટિનેઝ સ્કાયવેસ્ટ એરલાઈન્સમાં ફ્લાઈટ એટેન્ડન્ટની પોસ્ટ માટે જોબ ઈન્ટરવ્યુ આપી રહી હતી. આ દરમિયાન તેણે પૂછેલા પ્રશ્નોની મજાક ઉડાવી હતી, જે કેમેરામાં રેકોર્ડ થઈ ગયુ હતુ, પરંતુ તે સમયે તેને તેના વિશે ખબર ન હતી અને જ્યારે તે વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો ત્યારે તે જોઇને તે ચોંકી ગઇ હતી.
મિરરના અહેવાલ મુજબ, તેને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે ‘સ્કાયવેસ્ટ કંપની કલ્ચર વિશે તમારી ધારણા શું છે અને તે તમારી સાથે કેવી રીતે સુસંગત છે?’ આ સવાલ વાંચ્યા પછી શૈલેને ફોન પર કોઈની સાથે વાત કરતાં કહ્યું કે આ તેના જીવનનો સૌથી મૂર્ખ અને વિચિત્ર પ્રશ્ન છે. આ પછી તે કહે છે કે તેણે પોતાને રેકોર્ડ કરવું પડશે અને કહ્યું કે, તે ખૂબ જ વિચિત્ર છે.
હવે શૈલેન આ વાતો ફોન પર તેના મિત્રને કહી રહી હતી, પણ તેને ખબર નહોતી કે તેના શબ્દો કેમેરામાં રેકોર્ડ થઈ રહ્યા છે. વાસ્તવમાં, તેણે આકસ્મિક રીતે ઇન્ટરવ્યુ માટે તેનો જવાબ રેકોર્ડ કરવાનું શરૂ કર્યું, પરંતુ તેને તેની જાણ નહોતી. પછી તેણે કંપની દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નનો જવાબ આપ્યો, પરંતુ તે દરમિયાન તેને લાગ્યું કે તેનો જવાબ કેમેરામાં રેકોર્ડ થઈ રહ્યો છે. આ પછી તે ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગઈ અને તેણે સોરી કહ્યું અને કહ્યું કે તેને ખબર નહોતી કે રેકોર્ડિંગ થઈ રહ્યું છે, તે માત્ર પ્રેક્ટિસ કરી રહી હતી.
આટલું કહીને તેણે અચાનક જ વીડિયો બંધ કરી દીધો. હવે શૈલેનનો આ ફની અને આશ્ચર્યજનક વીડિયો સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને લોકો તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. એક યુઝરે કહ્યું છે કે સંભવિત એમ્પ્લોયરની ક્યારેય મજાક ન કરો.
આ પણ વાંચો –
આ પણ વાંચો –