પોતાના પાલતું શ્વાનના વાળમાંથી આ મહિલાએ બનાવડાવ્યુ સ્કાફ, અજીબો ગરીબ કામ પાછળ તેણે ખર્ચ્યા આટલા રૂપિયા

|

Sep 18, 2021 | 9:57 AM

તેણે સ્કાર્ફ માટે લુકાના 425 ગ્રામ વાળ અને  કેઇશાના 198 ગ્રામ વાળ એકત્રિત કર્યા હતા, તેનું કહેવું છે કે જ્યારે તેના પાલતુ શ્વાન તેની સાથે નહીં હોય ત્યારે સ્કાર્ફ તેના માટે સ્મૃતિ તરીકે રહશે.

પોતાના પાલતું શ્વાનના વાળમાંથી આ મહિલાએ બનાવડાવ્યુ સ્કાફ, અજીબો ગરીબ કામ પાછળ તેણે ખર્ચ્યા આટલા રૂપિયા

Follow us on

શ્વાન અને મનુષ્યો વચ્ચેનો સંબંધ ખૂબ જ સુંદર હોય છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં શ્વાન અને મનુષ્યનો પ્રેમ સ્પષ્ટ જોવા મળે છે. સોશિયલ મીડિયા પર ઘણી વાર વિચિત્ર સમાચારો વાયરલ થાય છે. હાલમાં એક એવો જ એક કિસ્સો સામે આવ્યો છે જે સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો છે. વીડિયોમાં માલિકે તેના પાલતુ શ્વાનના ફરથી ગૂંથેલો સ્કાફ બનાવડાવ્યો  છે. 54 વર્ષીય મિશેલ પાર્કરને લુકા અને 12 વર્ષીય કેશોંદ ફરમાંથી બનાવેલો સ્કાર્ફ મળ્યો.

તેણે સ્કાર્ફ માટે લુકાના 425 ગ્રામ વાળ અને  કેઇશાના 198 ગ્રામ વાળ એકત્રિત કર્યા હતા, તેનું કહેવું છે કે જ્યારે તેના પાલતુ શ્વાન તેની સાથે નહીં હોય ત્યારે સ્કાર્ફ તેના માટે સ્મૃતિ તરીકે રહશે. લુકાના ફરનો ઉપયોગ 5 ફૂટનો દુપટ્ટો બનાવવા માટે કરવામાં આવ્યો હતો, જ્યારે કેઇશાના ફરનો ઉપયોગ સુશોભન પોમ-પોમ્સ બનાવવા માટે કરવામાં આવ્યો હતો.

ફેસબુક પર એક વ્યક્તિને મળ્યા બાદ મિશેલને આ સ્કાફ બનાવવાનો વિચાર આવ્યો. તેએ તેના પર કામ કરવાનું ચાલુ રાખ્યું અને એસેક્સ સ્થિત સ્પિનિંગ અને વણાંટ નિષ્ણાંત એન્ડ્રીયા ડેવાઇનને તેણે શોધી કાઢ્યા. તેઓ  પાલતુ જાનવરોના માલિકો માટે ફરમાંથી વસ્તુઓ બનાવવામાં નિષ્ણાંત છે. મિશેલ જાણતી હતી કે એન્ડ્રીયા ઉન સાથે ફર ભેળવશે નહીં. તમને જણાવી દઈએ કે આમ કરવાથી સહાયક કાંતવું અને ગૂંથવું સરળ બને છે. મિશેલે તેના કૂતરાઓના ફરથી બનાવેલો દુપટ્ટો મેળવવા માટે 18,000 રૂપિયા ચૂકવ્યા છે.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

તમને જણાવી દઈએ કે મીડિયા રિપોર્ટ અનુસાર, તેમણે આ દુપટ્ટો માત્ર એક જ વાર અને છેલ્લા ક્રિસમસ પર પહેર્યો હતો. લુકાને ઉછેરવા વિશે વાત કરતા, મિશેલે કહ્યું કે સમોયડ જાતિ બુદ્ધિશાળી અને તોફાની છે તેણએ આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું, ‘તેમને એકલા રહેવાનું પસંદ નથી, તેથી તમારે ખાતરી કરવાની જરૂર છે કે તમારી પાસે તેમને આપવા માટે સમય છે.

આ પણ વાંચો –

Viral Video : લગ્ન બાદ કપલે કર્યો એવો ડાન્સ કે લોકો બોલી ઉઠ્યા, ‘આમને જોઇને તો જાનૈયાઓ પણ શરમાઇ ગયા હશે’

આ પણ વાંચો –

Surat : રાજ્યમાં સૌથી વધારે વેક્સિનેશનનો રેકોર્ડ સુરતે કર્યો, એક જ દિવસમાં 2 લાખથી વધુ લોકોને રસી અપાઈ

આ પણ વાંચો –

Pakistan: પાકિસ્તાનમાં શ્રીલંકન ક્રિકેટ ટીમ પર ગોળીઓ, ગ્રેનેડ અને રોકેટ લોન્ચર વરસાવ્યા હતા, આંતકી હુમલાને યાદ કરતા કાંપી જવાય

Next Article