Viral Maggi: એરપોર્ટ પર મહિલાએ મસાલા મેગી તો ખાઈ લીધી પરંતુ બિલ જોઈને ચોંકી ગઈ, બિલ સોશિયલ મીડિયામાં વાયરલ

|

Jul 17, 2023 | 9:03 PM

એરપોર્ટ પર એક મહિલાએ એટલી મોંઘી મેગી ખાધી કે બિલ જોઈને તે ચોંકી ગઈ. તેણે સોશિયલ મીડિયા પર બિલ શેર કર્યું છે, જેમાં મેગીની કિંમત 193 રૂપિયા છે. બિલ શેર કરતી વખતે, મહિલાએ લખ્યું છે કે 'કોઈ મેગી જેવી વસ્તુ આટલી ઊંચી કિંમતેકેવી રીતે વેચી શકે'.

Viral Maggi: એરપોર્ટ પર મહિલાએ મસાલા મેગી તો ખાઈ લીધી પરંતુ બિલ જોઈને ચોંકી ગઈ, બિલ સોશિયલ મીડિયામાં વાયરલ

Follow us on

તમે પણ મેગી (Maggi) ખાતા હશો. કારણ કે આ એક તાત્કાલિક ભૂખ મટાડવા માટેનો ખોરાક છે. જ્યારે પણ લોકોને ખૂબ ભૂખ લાગે છે, ત્યારે તેઓ માત્ર પાણી ગરમ કરે છે અને તેમાં મેગી ઉમેરીને રાંધે છે. આ પ્રક્રિયા માત્ર થોડી મિનિટો લે છે. બાય ધ વે, કહેવાય છે કે મેગી માત્ર બે મિનિટમાં બની જાય છે. એક સમય હતો જ્યારે મેગીનું એક પેકેટ રૂ.10માં મળતું હતું.

પછી પછી તેની કિંમત વધીને 12 રૂપિયા થઈ ગઈ અને હવે તેની કિંમત વધીને 14 રૂપિયા થઈ ગઈ છે, પરંતુ જરા વિચારો કે જો તમને મેગીનું પેકેટ 180-190 રૂપિયામાં મળવાનું શરૂ થાય? જી હાં, એરપોર્ટ પર કંઈક આવું જ થઈ રહ્યું છે, જેને જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે.

બોલીવુડની સ્ટાર કિડ કચ્છની મુલાકાતે, જુઓ ફોટો
23 વર્ષની ઉંમરે ગ્લેમર છોડીને સંન્યાસી બની હતી આ અભિનેત્રી, જુઓ ફોટો
Health Tips : શિયાળામાં પિસ્તા ખાવા જોઈએ ? જાણો
Gold : ભારતમાં ક્યા રાજ્ય પાસે વધુ સોનું અને દૂનિયામાં કોણ આગળ?
WhatsApp સ્ટોરી પર પણ કરો ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકની જેમ મેન્શન
Skin Care : ઓઈલી સ્કિન પર એલોવેરા લગાવવું જોઈએ કે નહીં?

વાસ્તવમાં મામલો એવો છે કે એક મહિલાએ એરપોર્ટ પર મસાલા મેગી નૂડલ્સનું 193 રૂપિયાનું પેકેટ ખાધું, જેનું બિલ તેણે સોશિયલ મીડિયા પર પણ શેર કર્યું, જેને જોઈને લોકોના હોશ ઉડી ગયા. લોકો માની શકતા નથી કે મેગીની કિંમત આટલી વધી શકે છે. બિલમાં તમે જોઈ શકો છો કે મસાલા મેગીની કિંમત 184 રૂપિયા છે અને GST ઉમેર્યા પછી તેની કિંમત 193 રૂપિયા થઈ ગઈ છે. મેગી ખાધા પછી, મહિલાએ યુપીઆઈ મોડ દ્વારા ચૂકવણી કરી અને બિલ લીધા પછી, તેણે પહેલા તેની તસવીર લીધી અને તેને તેના ટ્વિટર આઈડી પર શેર કરી.

મહિલાનું નામ સેજલ સૂદ છે. ટ્વિટર પર બિલ શેર કરતાં સેજલે લખ્યું, ‘મેં એરપોર્ટ પરથી મેગી ₹193માં ખરીદી હતી. મને ખબર નથી કે કેવી રીતે પ્રતિક્રિયા આપવી, શા માટે કોઈ મેગી જેવી વસ્તુ આટલી ઊંચી કિંમતે વેચશે. આ બિલ જોયા બાદ લોકો અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે પૂછ્યું છે કે આટલી કિંમત હોય ત્યારે તમે તેને કેમ ખરીદ્યું? જવાબમાં સેજલે કહ્યું કે તે બે કલાકથી ભૂખી છે, તેથી તેણે ખરીદી કરવી પડી.

આ પણ વાંચો  : પૂર્વ IAS એસકે લાંગાને વધુ 4 દિવસના રિમાન્ડ પર સોંપવામાં આવ્યા, તપાસ દરમિયાન મહત્વના ખૂલાસા સામે આવ્યા

તે જ સમયે, અન્ય એક યુઝરે જણાવ્યું કે, ‘તે ઈન્ડિગો ફ્લાઈટમાં પણ 250 રૂપિયામાં વેચાઈ રહ્યું છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ ગ્રાહકોના ખિસ્સા અને ભૂખ બચાવવા માટે કિંમતો પર મર્યાદા લગાવવાની જરૂર છે, તો કેટલાક યુઝર્સ એવા છે જેઓ કહી રહ્યા છે કે આ જ કારણ છે કે અમે ઘરેથી ખાવાનું લઈને એરપોર્ટ જઈએ છીએ.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article