OMG ! કિસ્મત હોય તો આવી, ભૂલથી લોટરી મશીનનું બટન દબાવી દીધુ અને મહિલા થઇ ગઇ માલામાલ

કહેવાય છે કે ક્યારે કોનું ભાગ્ય બદલાય જાય કંઈ કહી શકાય નહીં. ભૂતકાળમાં અમેરીકાના મેરીલેન્ડમાં રહેતી એક મહિલા સાથે આવું જ કંઈક બન્યું હતું. એક જ ઝાટકે તેણે 37 લાખ રૂપિયા જીતી લીધા.

OMG ! કિસ્મત હોય તો આવી, ભૂલથી લોટરી મશીનનું બટન દબાવી દીધુ અને મહિલા થઇ ગઇ માલામાલ
woman accidentally pressed the button of the lottery machine and won 37 lakhs
| Edited By: | Updated on: Dec 30, 2021 | 3:14 PM

દુનિયાનો દરેક વ્યક્તિ ઈચ્છે છે કે એક દિવસ તેને પણ લોટરી (Lottery) લાગી જાય. પછી ઈનામની રકમની મદદથી તે પોતાના દરેક શોખ પૂરા કરે. હાલમાં એક મહિલાનું નસીબ પણ એવી રીતે ચમક્યું કે લોકો જોતા જ રહી ગયા. ખરેખર, આ મહિલા લોટરી વેન્ડિંગ મશીનનો (Lottery machine) ઉપયોગ કરતી હતી. પરંતુ આ મહિલા દ્વારા એક ખોટું બટન દબાવાય ગયુ હતુ. પછી શું ? આ મહિલાનું ભાગ્ય એવું બદલાયું કે તેને 50 હજાર ડોલર (ભારતીય ચલણમાં 37 લાખ 31 હજાર 710 રૂપિયા) ની લોટરી લાગી.

કહેવાય છે ને કે ક્યારે અને કોનું ભાગ્ય બદલાઇ જાય કંઈ કહી શકાય નહીં. ભૂતકાળમાં અમેરીકાના મેરીલેન્ડમાં રહેતી એક મહિલા સાથે કંઈક આવું જ બન્યું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ મહિલા લોટરી વેન્ડિંગ મશીન પાસે ઉભી હતી. આ દરમિયાન અકસ્માતે તેના હાથેથી લોટરી મશીનનું એક બટન દબાઈ ગયું. તમને જાણીને નવાઈ લાગશે કે બટન દબાવતા જ મશીનમાંથી 50 હજાર ડોલરની લોટરીની ટિકિટ નીકળી. પછી શું આ ટિકિટે તો મહિલાનું ભાગ્ય જ બદલી નાખ્યુ અને તેણે કંઈપણ કર્યા વગર જ જેકપોટ મેળવી લીધો.

આ મહિલાએ મેરીલેન્ડ લોટરી અધિકારીઓને જણાવ્યું કે તે કેવી રીતે હેગર્સટાઉનમાં હાફવે લિકર્સની પાસે ઊભી હતી. જ્યાં લોટરી વેન્ડિંગ મશીન લગાવવામાં આવ્યું હતું. તેનો હાથ ભૂલથી મશીનને સ્પર્શી ગયો અને 5 ડોલરની ડીલક્સ ક્રેડિટ ટિકિટ બહાર આવી. મહિલાએ અધિકારીઓને કહ્યું કે તે આ ભૂલથી ખૂબ જ દુઃખી હતી, કારણ કે તેને લોટરી રમવાનું પસંદ નથી. પરંતુ આ પછી પણ તે અનિચ્છાએ તે ટિકિટ ઘરે લઈ આવી.

પરંતુ આ મહિલાની ખુશીનો તો એ સમયે કોઇ ઠેકાણો ન રહ્યો જ્યારે તેણે મોબાઈલ પર લોટરીની ટિકિટ ચેક કરી તો ખબર પડી કે તેના પર 50 હજાર ડોલરનું ઈનામ છે. આ જોઈને પહેલા તો તેના હોશ ઉડી ગયા. તે પછી તે ખુશીથી ઉછળી પડી. ઈનામ જોઈને તેને વિશ્વાસ જ ન આવ્યો કે તેને એક જ ઝાટકે 37 લાખ રૂપિયા આપવામાં આવશે.

જોકે, આ પછી પણ જ્યારે મહિલાને વિશ્વાસ ન થયો ત્યારે તેણે લોટરી ટિકિટ ઓફિસમાં જઈને તેની તપાસ કરાવી. ત્યાં જઈને મહિલાએ કન્ફર્મ કર્યું કે તે ખોટી ટિકિટ નથી. અધિકારીઓએ તેને કહ્યું કે તે સાચી ટિકિટ છે અને તેણે ઇનામ તરીકે લાખો રૂપિયા જીત્યા.

આ પણ વાંચો –

Viral: વૃદ્ધની મસ્તી કૂતરાને પસંદ ન આવી ! યુવક સાથે કર્યું કંઈક આવું, જૂઓ આ લાગણીસભર વીડિયો

આ પણ વાંચો –

ડોક્ટરોની હડતાળ હજુ પૂરી નહીં થાય! FORDAએ કહ્યું જ્યાં સુધી પોલીસ FIR પાછી નહીં ખેંચે ત્યાં સુધી પ્રદર્શન ચાલુ રહેશે