Viral: અસલી પવન ઉડાવી ગયા શખ્સના નકલી વાળ, વીડિયો જોઈ હસવું નહીં રોકી શકો

|

Feb 22, 2022 | 7:34 AM

આ ફની વીડિયો યુટ્યુબ પર શેર કરવામાં આવ્યો છે જે હવે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. સમાચાર લખાય છે ત્યાં સુધી આ વીડિયોને હજારો વ્યૂઝ અને લાઈક્સ મળી ચૂક્યા છે.

Viral: અસલી પવન ઉડાવી ગયા શખ્સના નકલી વાળ, વીડિયો જોઈ હસવું નહીં રોકી શકો
Funny Video (Image Credit Source: Youtube)

Follow us on

ટેક્નોલોજીના આ યુગમાં, આપણે સંપૂર્ણપણે કેમેરાની નજર હેઠળ છીએ અને આ જ કારણ છે કે કેટલીકવાર આપણી કેટલીક એવી પળો કેમેરામાં રેકોર્ડ થઈ જાય છે, જેના વિશે આપણે સપનામાં પણ ન વિચાર્યું હોય! તાજેતરના સમયમાં પણ આવો જ એક વીડિયો (Viral Video) લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. જેમાં વાવાઝોડા દરમિયાન ટાલવાળા માણસની વિગ તેનો સાથ છોડી દે છે અને આ બધું નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં રેકોર્ડ થઈ જાય છે. જે હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. તે (Funny Video) જોયા પછી તમે તમારા હાસ્યને કાબૂમાં રાખી શકશો નહીં.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ વીડિયો ઈંગ્લેન્ડના બાર્નસ્ટેપલ શહેરનો છે, જ્યાં જોરદાર પવન ફૂંકાઈ રહ્યો હતો. નિષ્ણાતોના મતે, જ્યારે કોઈ મોટું તોફાન આવે છે ત્યારે આવા પવન ફૂંકાય છે. પરંતુ આ વાવાઝોડા દરમિયાન બાર્નસ્ટેપલના ડેવોનના રહેવાસી સાઈમોન વિલ્ક્સ સાથે શું થયું તે આ સમયે આખી દુનિયામાં ચર્ચાનો વિષય છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

સાઈમોન વિલ્ક્સ એક કાર પાર્કમાં ઉભો હતો, આ દરમિયાન પવનના જોરદાર ઝાપટાને કારણે તેની વિગ ઉડી ગઈ અને આ વિગ પવનના કારણે દૂર ફંગોળાવા લાગી સાઈમોન તેને પકડવા તેની પાછળ દોડ્યો. આ ઘટનાનો વીડિયો જોયા બાદ લોકો ખુબ હસી રહ્યા છે.

આ ફની વીડિયો યુટ્યુબ પર શેર કરવામાં આવ્યો છે જે હવે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. સમાચાર લખાય છે ત્યાં સુધી આ વીડિયોને હજારો વ્યૂઝ અને લાઈક્સ મળી ચૂક્યા છે. ઘણા યુઝર્સે કોમેન્ટ દ્વારા આ ક્લિપ પર પોતાનો પ્રતિભાવ આપ્યો. એક યુઝરે વીડિયો પર કોમેન્ટ કરીને લખ્યું, ‘આ વ્યક્તિ માટે હવા કરતાં વાળ વધુ મહત્વના છે.’

જ્યારે અન્ય એક યુઝરે લખ્યું, ‘વાળ તેના માટે હવા કરતાં વધુ મહત્વના છે.’ ઉલ્લેખનીય છે કે, યુનિસ વાવાઝોડું ભૂતકાળમાં બ્રિટનમાં ત્રાટક્યું હતું. દાયકાનું સૌથી ભયંકર તોફાન હતું. જેના કારણે તમામ ફ્લાઈટ્સ રદ કરવામાં આવી હતી અને સેંકડો શાળાઓ બંધ કરી દેવામાં આવી હતી.

આ પણ વાંચો: Sugar Level : અનિયંત્રિત સુગર લેવલને કંટ્રોલમાં કરવા માટે ખાઓ આ એક ફળ

આ પણ વાંચો: Bikaji Foods IPO: નમકીન બનાવતી કંપની 1000 કરોડનો IPO લાવશે, જાણો શું છે કંપનીની યોજનાઓ

Next Article