Viral Video: પતિએ પત્ની સાથે કર્યુ ગજબનુ પ્રેન્ક, પછી પત્નીએ જે કર્યુ તે જોઈને તમને પણ હસવુ આવશે

આ દિવસોમાં સોશિયલ મીડિયા પર એક રમુજી પ્રેન્ક વીડિયો ધમાલ મચાવી રહ્યો છે.જેમાં પત્ની જે કરે છે તે જોઈને તમને પણ હસવુ આવશે.

Viral Video: પતિએ પત્ની સાથે કર્યુ ગજબનુ પ્રેન્ક, પછી પત્નીએ જે કર્યુ તે જોઈને તમને પણ હસવુ આવશે
wife husband funny prank video goes viral
| Edited By: | Updated on: Jan 27, 2022 | 1:51 PM

Viral Video : પ્રેન્ક સંબંધિત રમુજી વિડીયો અવારનવાર જુદા જુદા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર વાયરલ થતા જોવા મળે છે. યુઝર્સ પણ ખૂબ જ રસ સાથે આ રમુજી વીડિયો (Funny Video) જોવાનું પસંદ કરે છે. આ જ કારણ છે કે આજકાલ પ્રેન્ક વીડિયો (Prank Video) બનાવવાનું ચલણ ઘણું વધી ગયું છે. ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહેલા કેટલાર પ્રેન્ક વીડિયો જોઈને લોકો હસવાનુ રોકી શકતા નથી. તાજેતરમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી રહ્યો છે.જેમાં એક પતિ તેની પત્ની સાથે પ્રેન્ક કરતો જોવા મળે છે.

પતિએ કર્યું કંઈક આવુ……!

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે પતિ-પત્ની ઘરમાંથી બહાર નીકળી રહ્યા છે. જ્યાં પતિની નજર દરવાજાની સામે રખડતા નાના કાળા સાપ પર પડે છે અને તે તરત જ તેની પત્નીને પણ ચેતવે છે. પરંતુ પત્નીને લાગે છે કે તેનો પતિ આ વખતે પણ હંમેશની જેમ તેની મજાક કરી રહ્યો છે. પછી તો શું…..! મહિલાએ વિચાર્યા વગર સાપને (Snake)  પકડવાનો પ્રયાસ કર્યો. પરંતુ તે પછી જે કંઈ થયું તેની પત્નીને પણ જાણ નહોતી. વીડિયોમાં તમે જોઈ શકો છો કે મહિલાની હાલત કેટલી ખરાબ થઈ જાય છે.આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

જુઓ વીડિયો

રમુજી વીડિયોએ ઈન્ટરનેટ પર મચાવી ધમાલ

તમને જણાવી દઈએ કે પતિએ હંમેશની જેમ આ વખતે પણ તેની પત્ની સાથે પ્રેન્ક જ કર્યુ હતુ. પણ પત્નીનું રિએક્શન આટલું બધું હશે તેની તેને પણ કલ્પના નહીં હોય. આ રમુજી વીડિયો યુઝર્સને ખુબ પસંદ આવી રહ્યો છે.યુઝર્સ આ વીડિયો એખબીજા સાથે શેર કરી રહ્યા છે અને તેના પર પોતાની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.

આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર hepgul5 નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને 30 હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે. યુઝર્સ આ વીડિયો પર રમુજી પ્રતિક્રિયા (Funny Comments) આપતા જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો  : Video : બકરીએ પોતાનો જીવ દાવ પર મુકીને મરઘીનો બચાવ્યો જીવ, વીડિયો જોઈને યુઝર્સ કહ્યુ “‘યે હૈ એકતા’