Viral Video: વિકેટકીપરે રન આઉટ કરવાની મોટી તક ગુમાવી, હોંશિયારી મારવાના ચક્કરમાં કરાવ્યું ટીમનું નુકશાન

Funny Video : સોશિયલ મીડિયા પર ક્રિકેટના અનેક વીડિયો વાયરલ થતા હોય છે. હાલમાં એક ક્રિકેટ મેચનો અનોખો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ વીડિયો જોઈને તમે પણ હસી હસીને લોટપોટ થઈ જશો. 

Viral Video: વિકેટકીપરે રન આઉટ કરવાની મોટી તક ગુમાવી, હોંશિયારી મારવાના ચક્કરમાં કરાવ્યું ટીમનું નુકશાન
Viral Video
| Edited By: | Updated on: Mar 28, 2023 | 8:19 PM

ભારત સહિત દુનિયાભરમાં ક્રિકેટને લઈને દીવાનગી જોવા મળે છે. ગલીમાં ચાલતી ક્રિકેટ મેચથી લઈને ઈન્ટરનેશનલ ટીમો વચ્ચેની મેચ જોવા માટે ક્રિકેટપ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળતો હોય છે. સોશિયલ મીડિયા પર ક્રિકેટના અનેક વીડિયો વાયરલ થતા હોય છે. હાલમાં એક ક્રિકેટ મેચનો અનોખો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ વીડિયો જોઈને તમે પણ હસી હસીને લોટપોટ થઈ જશો.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક ક્રિકેટ મેચમાં દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. બે સ્થાનીક ક્રિકેટ ટીમો વચ્ચે બપોરના સમયે એક મેચ ચાલી રહી છે. મેચ દરમિયાન એક બેટરે કવર તરફ બોલ ફટકાર્યો, જ્યાં એક ફિલ્ડિર હાજર હતો. બંને બેટર વચ્ચે સંપર્કના અભાવને કારણે પિચ પર અનોખી ઘટના બને છે. કવરનો બોલર તરત બોલ વિકેટકીપર તરફ ફેંકે છે, જેથી તે બેટરને રનઆઉટ કરી શકે.

બીજી ટીમનો વિકેટકીપર હોંશિયારી મારવાના ચક્કરમાં પોતાની ટીમને મોટું નુકશાન કરાવે છે. તે બોલને સ્ટમ્પ સાથે અડાવતો જ નથી, તેવામાં બેટર ચાલતો ચાલતો ક્રિઝમાં આવી જાય છે અને રન આઉટ થવાથી બચી જાય છે. મેદાન સૌ કોઈ વિકેટકીપરની મૂર્ખતાને જોઈ હસી હસીનો લોટપોટ થઈ જાય છે.

આ રહ્યો એ વાયરલ વીડિયો

 


આ પણ વાંચો : Viral Video : નશામાં ધૂત વ્યક્તિ અને ત્રણ વાંદરાઓ વચ્ચે થઈ જોરદાર બબાલ, Video જોઈ યુઝર્સ હસી હસીને થયા લોટપોટ

આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.

એક સોશિયલ મીડિયા યુઝરે આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે,બાપ રે બાપ. બીજા સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, કેવા કેવા લોકો હોય છે. અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, હોશિયારી મારવાના ચક્કરમાં ટીમનું નુકશાન થયું. આવી અનેક પ્રતિક્રિયા આ વીડિયો પર જોવા મળી હતી.

 

ટ્રેડિંગ સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

વાયરલ અને ટ્રેડિંગ વીડિયો સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…