Uttar Pradesh: કોઈપણ લગ્ન સમારોહમાં નાગિન ડાન્સ ચોક્કસપણે કરવામાં આવે છે. નાગિન ડાન્સ કરતી વખતે લોકોને રસ્તા પર સુઈ ગયા હોવાના અને રસ્તા પર આળોટવાના અનેક વીડિયો વાયરલ થયા છે. આ વખતે જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તે જોઈને તમે દંગ રહી જશો. હકીકતમાં, એક મહિલાએ કોર્ટમાં નાગિન ડાન્સ કરવાનું શરૂ કર્યું હતું, જેનો વીડિયો ઈન્ટરનેટ પર આગની જેમ ફેલાઈ ગયો હતો. આ મહિલા ફ્લોર પર ડાન્સ કરતી વખતે સાપની જેમ હાથ વડે ફેણ ફેલાવી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે કોર્ટ રૂમમાં સુનાવણી દરમિયાન આ મહિલા અચાનક જ જમીન પર સૂઈ ગઈ અને નાગિન ડાન્સ કરવા લાગી હતી.
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો આ વીડિયો ઉત્તર પ્રદેશના સહારનપુરનો છે. જણાવવામાં આવી રહ્યું છે કે અહીંની એક ફેમિલી કોર્ટમાં સુનાવણી દરમિયાન મહિલા જમીન પર સૂઈ ગઈ અને સાપની જેમ અવાજ કાઢીને સાપની જેમ નાગિન ડાન્સ કરવા લાગી હતી. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે આ દરમિયાન આ મહિલા જોર જોરથી બૂમો પાડી રહી છે, જેના કારણે ત્યાં ઘણા લોકો એકઠા થઈ ગયા હતા.
#UttarPradesh#सहारनपुर कोर्ट में महिला ने फर्श पर किया #नागिनडांस
महिला ने #सांप की तरह आवाज भी निकाली
कोर्ट का #वीडियो_वायरल, अपर परिवार न्यायालय में चल रही थी #मुकदमे की सुनवाई.@saharanpurpol #Saharanpur #NaginDance #VideoViral pic.twitter.com/IpCO3Fj7Zv
— Goldy Srivastav (@GoldySrivastav) August 26, 2023
ત્યાં હાજર તમામ લોકોમાં જોઈ રહ્યા હતા. જ્યારે મહિલા નાગિન ડાન્સ કરતી વખતે તે અહીં-ત્યાં હાથ-પગ મારતી પણ જોવા મળે છે. મહિલા સમયાંતરે વિચિત્ર અવાજો પણ કરતી હતી. મહિલાના આ કૃત્યને કારણે સમગ્ર કોર્ટ રૂમમાં વિચિત્ર વાતાવરણ સર્જાયું હતું.
ત્યાં હાજર લોકોએ મહિલાને શાંત પાડવાની ઘણી કોશિશ કરી, પરંતુ તેનો નાગિન ડાન્સ બંધ ન થયો. મહિલાની આ હરકતથી ત્યાં હાજર જજ, પોલીસ બધા જ દંગ રહી ગયા. આ પહેલા તમે સોશિયલ મીડિયા પર નાગીન ડાન્સના ઘણા વીડિયો જોયા હશે. ઘણી વખત લોકો નશાની હાલતમાં રસ્તા પર નાગિન ડાન્સ કરતા જોવા મળ્યા હતા. ઘણી વખત નાગિન ડાન્સ કરતી વખતે લોકો વચ્ચે ઝઘડો પણ થયો છે.