Fire Insurance : શું છે ફાયર ઈન્સ્યોરન્સ, કંઈ પરિસ્થિતિમાં મળે છે લાભ, શું છે તેની કિંમત, જાણો સમગ્ર વિગત

|

Feb 24, 2022 | 8:44 AM

ફાયર ઈન્સ્યોરન્સ હેઠળ જો આગને કારણે પોલિસીધારકની મિલકતને નુકસાન થાય છે, તો વીમા કંપની તે નુકસાનની ભરપાઈ કરે છે.

Fire Insurance : શું છે ફાયર ઈન્સ્યોરન્સ, કંઈ પરિસ્થિતિમાં મળે છે લાભ, શું છે તેની કિંમત, જાણો સમગ્ર વિગત
Fire insurance ( Symbolic photo)

Follow us on

આજના સમયમાં વીમાનું (Insurance) મહત્વ ઘણું વધી ગયું છે. સામાન્ય રીતે તમે જીવન વીમો, આરોગ્ય વીમો, મોટર વાહન વીમા વિશે સાંભળ્યું જ હશે. પરંતુ આજે અમે તમને ફાયર ઈન્સ્યોરન્સ વિશે કેટલીક મહત્વપૂર્ણ માહિતી આપવા જઈ રહ્યા છીએ. ફાયર ઈન્સ્યોરન્સ (Fire Insurance) હેઠળ જો આગને કારણે પોલિસીધારકની મિલકતને નુકસાન થાય છે, તો વીમા કંપની તે નુકસાનની ભરપાઈ કરે છે. જે કંપનીઓ ફાયર ઈન્સ્યોરન્સ વેચે છે, તેઓ આગના જુદા જુદા સંજોગો અનુસાર કવર આપે છે. પોલિસીબઝાર.કોમ પર ઉપલબ્ધ માહિતી અનુસાર, ભારતમાં ચોક્કસ પોલિસી, કોમ્પ્રીહેન્સિવ પોલિસી, ફ્લોટિંગ પોલિસી, રિપ્લેસમેન્ટ પોલિસી વગેરે સહિત અનેક પ્રકારના ફાયર ઇન્શ્યોરન્સ ઉપલબ્ધ છે.

બહુ જ કામની ચીજ છે ફાયર ઈન્સ્યોરન્સ

તમને જણાવી દઈએ કે ફાયર ઈન્સ્યોરન્સએ પ્રોપર્ટી ઈન્સ્યોરન્સનો એક ભાગ છે. ફાયર ઈન્સ્યોરન્સની વિશેષતા એ છે કે તે મિલકતના માલિક તેમજ ભાડૂત દ્વારા ખરીદી શકાય છે. ફાયર ઈન્સ્યોરન્સ માત્ર ઘરને જ નહીં પરંતુ તમારા વ્યવસાય અને તેની સાથે સંકળાયેલી ઓફિસો અને ફેક્ટરીઓને પણ સુરક્ષા પ્રદાન કરે છે. ઘર માટે ખરીદેલ ફાયર ઈન્સ્યોરન્સ આગને કારણે થયેલા નુકસાનને આવરી લે છે. તે બળી ગયેલા સામાન અને મિલકતને થયેલા નુકસાનને આવરી લે છે. આ સિવાય ઔદ્યોગિક બાબતો આગને કારણે નુકસાન પામેલા મશીનો અને તેની જાળવણીને આવરી લે છે.

ફાયર ઈન્સ્યોરન્સમાં શું આવરી લે છે

– આગથી થતું નુકસાન

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

– પાણીથી બગડેલી વસ્તુઓ

– આગને કારણે સામાન બહાર ફેંકી દેવાથી નુકસાન

– આગ ઓલવવામાં રોકાયેલા લોકોના વેતનની ચુકવણી

– વિસ્ફોટને કારણે નુકસાન

– વીજળીના કારણે નુકસાન

આ સંજોગોમાં કવર ઉપલબ્ધ નથી

ધરતીકંપના કારણે આગ લાગવાથી થયેલા નુકસાનની ભરપાઈ થતી નથી.
હુમલો, બળવો, યુદ્ધથી થયેલા નુકસાનમાં ભરપાઈ થતી નથી.

ભૂગર્ભ આગને કારણે થયેલા નુકસાનની ભરપાઈ પણ કરવામાં આવતી નથી

આગ દરમિયાન થતી ચોરી અથવા આગ પછીની ચોરીને કારણે થયેલ નુકશાન આવરી લેવામાં આવતું નથી.

– વીમાધારક વ્યક્તિ દ્વારા જાણીજોઈને નુકસાનને કરવું

પોલિસી બજારઅનુસાર, ભારતીય બજારમાં 11 રૂપિયા પ્રતિ માસના પ્રીમિયમ પર 7 લાખ રૂપિયાનો ફાયર ઈન્સ્યોરન્સ લઈ શકાય છે. આ સિવાય તમે તમારી પ્રોપર્ટી અને જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને મોટા કવર સાથે વીમો પણ ખરીદી શકો છો.

આ પણ વાંચો : Agriculture Drone : ખેડૂતોને મળશે 1000 ડ્રોન, તીડને મારવાનું અને પાકને સ્પ્રે કરવાનું બનશે સરળ

આ પણ વાંચો : શું તમને ખબર છે કે ધરતી પણ છે બુદ્ધિશાળી, ગ્લોબલ વોર્મિંગ અને જળવાયુ પરિવર્તન છે તેનું ઉદાહરણ, જાણો તેનો ચોંકાવનારો રિપોર્ટ

Next Article