અચાનક ટ્રેન્ડિંગ થયેલી ‘Cockroach Janta Party’ શું છે? જાણો કેમ અચાનક આ નવી ડિજિટલ પોલિટિકલ લહેર ફેલાઇ

Cockroach Janta Party નામની ડિજિટલ રાજકીય ચળવળ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ બની રહી છે. મીમ કલ્ચર, યુવાઓની બેરોજગારી અને રાજકીય અસંતોષ વચ્ચે ઉભી થયેલી આ મૂવમેન્ટ હવે ચર્ચાનો મુખ્ય વિષય બની ગઈ છે.

અચાનક ટ્રેન્ડિંગ થયેલી ‘Cockroach Janta Party’ શું છે? જાણો કેમ અચાનક આ નવી ડિજિટલ પોલિટિકલ લહેર ફેલાઇ
What Is Cockroach Janta Party Viral Gen Z Political Movement Explained
Image Credit source: Social Media
| Updated on: May 21, 2026 | 9:48 AM

તાજેતરના દિવસોમાં સોશિયલ મીડિયા પર “Cockroach Janta Party” નામ ખૂબ ચર્ચામાં આવ્યું છે. શરૂઆતમાં ઘણા લોકો માટે આ માત્ર એક મજાક કે મીમ લાગતું હતું, પરંતુ ધીમે ધીમે આ ટ્રેન્ડ યુવાનો વચ્ચે ચર્ચાનો મહત્વનો વિષય બની ગયો છે. ખાસ કરીને સોશિયલ મીડિયા પર સક્રિય યુવાઓ આ નામનો ઉપયોગ પોતાના અસંતોષ અને વિચારો વ્યક્ત કરવા માટે કરી રહ્યા છે.

કોકરોચ જનતા પાર્ટીના ઈન્સ્ટાગ્રામ ફોલોવર્સ લાખોમાં પહોંચી ગયા છે, કેટલાક રિપોર્ટ્સ મુજબ આ સંખ્યા લગભગ 5-6 મિલિયન સુધી પહોંચી હતી.

કોકરોચ શબ્દ કેમ ટ્રેન્ડમાં આવ્યો?

અહેવાલો મુજબ, સુપ્રીમ કોર્ટમાં એક કેસની સુનાવણી ચાલી રહી હતી. તે દરમિયાન CJI સુર્યકાન્તએ મૌખિક રીતે કહ્યું હતું કે, “સિસ્ટમ પર હુમલો કરનારા પરજીવી લોકો પહેલાથી જ છે અને હવે તમે પણ તેમાં જોડાવા માંગો છો. ઘણા યુવાનો એવા છે જેમને રોજગાર મળતો નથી. કેટલાક મીડિયા સાથે જોડાય છે, કેટલાક સોશિયલ મીડિયા અથવા RTI એક્ટિવિસ્ટ બની જાય છે અને પછી દરેક પર હુમલો કરવાનું શરૂ કરે છે.” આ દરમિયાન ‘કોકરોચ’ શબ્દનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો.

CJI Suryakant Cockroach Janta Party Viral Gen Z Political Movement Explained

કોકરોચ જનરેશન પાછળનું સત્ય

“કોકરોચ ” શબ્દનો ઉપયોગ અહીં પ્રતિકરૂપે કરવામાં આવી રહ્યો છે. ઘણા યુઝર્સ માને છે કે સામાન્ય લોકો અને ખાસ કરીને યુવાઓને સિસ્ટમમાં યોગ્ય મહત્વ મળતું નથી. આ કારણે સોશિયલ મીડિયા પર કેટલાક લોકોએ પોતાને “કોકરોચ જનરેશન” તરીકે ઓળખાવવાનું શરૂ કર્યું અને તેમાંથી આ ટ્રેન્ડ વધુ વાયરલ બન્યો.

કોણે બનાવી Cockroach Janta Party?

Abhijeet Dipke, Cockroach Janta Party Founder (Image Source: Social Media)

“કોકરોચ જનતા પાર્ટી (CJP)” પાછળ એક યુવાન રાજકીય સ્ટ્રેટેજિસ્ટ અભિજીત દિપકેનું નામ સામે આવ્યું છે. અભિજીત દિપકે એક યુવા રાજકીય સ્ટ્રેટેજિસ્ટ અને બોસ્ટન યુનિવર્સિટીના વિદ્યાર્થી છે, જેમણે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી કોકરોચ જનતા પાર્ટી (CJP) નામની ડિજિટલ મૂવમેન્ટ શરૂ કરી. તેઓ અગાઉ AAPના સોશિયલ મીડિયા યુનિટ સાથે જોડાયેલા હતા. CJPને પરંપરાગત પાર્ટી નહીં પરંતુ મીમ્સ અને વ્યંગ્ય દ્વારા યુવાઓના વિચારો અને અસંતોષ વ્યક્ત કરતું ડિજિટલ પ્લેટફોર્મ માનવામાં આવે છે.

What Is Cockroach Janta Party Viral Gen Z Political Movement Explained

મીમ કલ્ચરથી પ્રેરાયેલી એક ડિજિટલ મૂવમેન્ટ

આ કોઈ પરંપરાગત રાજકીય પાર્ટી નથી, પરંતુ ઇન્ટરનેટ અને મીમ કલ્ચરથી પ્રેરાયેલી એક ડિજિટલ મૂવમેન્ટ તરીકે જોવામાં આવી રહી છે. કોકરોચ જનતા પાર્ટી સાથે જોડાયેલા કન્ટેન્ટમાં બેરોજગારી, મોંઘવારી, પરીક્ષા પ્રણાલી, રાજકારણ અને સોશિયલ પ્રેશર જેવા મુદ્દાઓને અનોખી અને હાસ્યાસ્પદ શૈલીમાં રજૂ કરવામાં આવે છે.

Cockroach Janta Party Explained

કદાચ આ જ કારણ છે કે યુવાઓ આ ટ્રેન્ડ સાથે ઝડપથી જોડાઈ રહ્યા છે. મીમ્સ ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયા માત્ર મનોરંજનનું માધ્યમ નથી રહ્યું, પરંતુ લોકો પોતાના વિચારો અને અસંતોષ વ્યક્ત કરવા માટે પણ તેનો ઉપયોગ કરી રહ્યા છે. કોકરોચ જનતા પાર્ટીએ તેનું તાજું ઉદાહરણ બની રહી છે, જ્યાં મીમ્સ અને હાસ્ય દ્વારા ગંભીર મુદ્દાઓ પર ચર્ચા થઈ રહી છે.

Gen-Z માટે બન્યો ટ્રેન્ડ

ઈન્સ્ટાગ્રામ, X અને Reddit જેવા પ્લેટફોર્મ્સ પર આ ટ્રેન્ડ સાથે જોડાયેલી પોસ્ટ્સ, મીમ્સ અને વીડિયો મોટી સંખ્યામાં શેર થઈ રહ્યા છે. કેટલાક લોકો તેને યુવાઓની નારાજગીનો નવો અવાજ ગણાવે છે, જ્યારે કેટલાક લોકો માટે આ માત્ર ઇન્ટરનેટ પરનું વ્યંગ્ય અને મનોરંજન છે.

હાલમાં આ ટ્રેન્ડનું કોઈ સત્તાવાર રાજકીય અસ્તિત્વ નથી, પરંતુ સોશિયલ મીડિયા પર તેની લોકપ્રિયતા સતત વધી રહી છે. હવે જોવાનું રહેશે કે આ માત્ર વાયરલ ટ્રેન્ડ બનીને રહેશે કે પછી ભવિષ્યમાં કોઈ મોટા યુવા આંદોલનનું સ્વરૂપ ધારણ કરશે.

Solar Rooftop Vs Solar Panels: સોલાર સિસ્ટમ લગાવતાં પહેલા સમજો ટાઇલ્સ અને પેનલ્સનો તફાવત

Follow Us