3D અને 4D તો તમે જોયા હશે પરંતુ શું ક્યારેય 5D વીડિયો જોયા છે ? નહીં તો જુઓ આ Video

તમે 3D વીડિયોમાં કોઈપણ વસ્તુની પહોળાઈ, ઊંચાઈ અને ઊંડાઈ તેમજ લંબાઈ પણ અનુભવી શકો છો. ત્યારબાદ આવે છે 4D અને 5D. હાલ 5D થીયેટરનો એક વીડિયો સામે આવ્યો છે. આ વાયરલ વીડિયોમાં 5D હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

3D અને 4D તો તમે જોયા હશે પરંતુ શું ક્યારેય 5D વીડિયો જોયા છે ? નહીં તો જુઓ આ Video
5D Cinema
Image Credit source: Twitter
| Edited By: | Updated on: Jan 07, 2023 | 9:36 PM

તમે 3D મૂવીઝના વીડિયો વિશે તો સાંભળ્યું જ હશે, 3D વીડિયો અથવા મૂવીમાં તમને એક ચશ્મા આપવામાં આવે છે જેની મદદથી તમે 3D મૂવી જોઈ શકો છો, આ ચશ્માંમાં તમને વિવિધ રંગોના 2 ગ્લાસ મળે છે જે 3D ઈફેક્ટ બનાવે છે. એટલે તમે જે વીડિયો જોઈ રહ્યા છો તે તમને 3d લાગે છે. જો તમે ચશ્મા વિના 3D મૂવી જોવા માંગો છો, તો તમને કદાચ તે ગમશે નહીં કારણ કે જ્યારે આપણે ચશ્મા વિના 3D વીડિયો અથવા મૂવી જોઈએ છીએ, ત્યારે આપણે તેમાં 2 વીડિયો જોઈએ છીએ અને આપણને કંઈ સમજાતું નથી, તેથી જ આપણને ચશ્માની જરૂર પડે છે.

3D વીડિયોમાં આપણે તેને 3Dમાં અનુભવી શકીએ છીએ. ઉદાહરણ તરીકે, જો વીડિયોમાં કોઈ વ્યક્તિ છે, તો તે તમને દેખાશે. તમે 3D વીડિયોમાં કોઈપણ વસ્તુની પહોળાઈ, ઊંચાઈ અને ઊંડાઈ તેમજ લંબાઈ પણ અનુભવી શકો છો. ત્યારબાદ આવે છે 4D જેમાં તમને 3D માં જે થાય છે અને તે સિવાય તમે વીડિયોમાંની ઈફેક્ટ અથવા કોઈપણ દ્રશ્ય મુજબ બધું અનુભવી શકો છો, જેમ કે જો વીડિયોમાં વરસાદનું દ્રશ્ય હશે તો તમે પણ વરસાદનો અહેસાસ કરશો.

જો પવન ફૂંકાય છે તો તમને પણ પવનનો અહેસાસ થશે. એક રીતે, તમને લાગશે કે તમે વીડિયોની અંદર જ છો. સિનેમાઘરો જે 4D વીડિયો માટે છે તેમાં ખૂબ જ ખાસ સીટો છે, જેની મદદથી તમે 4D વીડિયોનો અનુભવ કરી શકો છો. જે સીટ ત્યાં છે તે વીડિયો પ્રમાણે હલન ચલન કરે છે, જો તે રેસિંગ સીન હોય કે ફાઈટીંગ સીન હોય તો તમને પણ એવો અનુભવ થશે.

આ પછી 5D આવે છે, આ ટેક્નોલોજી હજી આવી નથી, પરંતુ આ વાયરલ વીડિયોમાં 5D હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ત્યારે 5Dમાં જે 3D અને 4Dમાં થશે, એ બધું એકસાથે થશે, તમે તે વીડિયોમાં કંઈપણ કરી શકો છો, આ ટેક્નોલોજીનો ઉપયોગ ખાસ કરીને ગેમ્સમાં થશે જ્યાં તમે તમે રમતની અંદર હશો અને તમે તે રમતની અંદર બધું અનુભવી શકશો અને કેટલીક રમતો રમી શકશો, પરંતુ હજી સુધી આવું કંઈ થયું નથી, બસ આશા છે કે તે થઈ શકે છે.