
આજકાલ ઈન્ટરનેટ પર સૌથી વધુ રસોઈના વીડિયો જોવા મળતા હોય છે. દરેક વ્યક્તિ અલગ અલગ રેસીપીમાં કંઈક અલગ ટ્વિસ્ટ કરી રહ્યા છે. ક્યારેક આ ટ્વિસ્ટ સ્વાદમાં વધારો કરે છે તો ક્યારેક એવું પણ બને છે કે તે લોકોને ચોંકાવી દે છે. આવો જ એક રેસિપીનો વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને લોકો સમજી નથી શકતા કે યુવતી શું બનાવવા માંગતી હતી?
આ પણ વાંચો: Viral Video: રેલવે ટ્રેક પર ફસાયેલા ટ્રકને ટ્રેને મારી ભયંકર ટક્કર, ટ્રકનો નીકળી ગયો કચ્ચરઘાણ
ઘણી વખત રસોઈના મામલે ઈન્ટરનેટ પર એવી વસ્તુઓ જોવા મળે છે, જે સામાન્ય લોકોને સ્વીકાર્ય નથી હોતી. આવી જ કેટલીક વાનગીઓ હાલમાં ઈન્ટરનેટ પર લોકોનું ધ્યાન ખેંચી રહી છે. આ જોયા પછી લોકો એક જ વાત કહે છે – કોઈને ખવડાવશો નહીં! વાસ્તવમાં આ રેસિપી પાસ્તાની છે, પરંતુ તેને ખાસ બનાવવા માટે કંઈક એવું કરવામાં આવ્યું છે, જે લોકોને બિલકુલ પસંદ નથી આવ્યું.
વાયરલ વીડિયોની શરૂઆતમાં તમે જોઈ શકો છો કે ફૂડ બ્લોગર પાસ્તા તૈયાર કરી રહી છે, ડુંગળીની છાલ ઉતાર્યા પછી, તેને પાનથી લપેટી લે છે, પછી તેને લવિંગ વડે ચારે બાજુથી સીલ કરે છે. અડધો લિટર દૂધ સાથે કડાઈમાં ડુંગળી સારી રીતે ઉકાળ્યા પછી, તે તેને બહાર કાઢે છે. આ પછી છોકરી એ જ પ્રક્રિયા અપનાવી રહી છે જે રીતે સામાન્ય રીતે પાસ્તા માટે કરવામાં આવે છે અને માખણ અને અન્ય વસ્તુ સાથે બનાવે છે. આ પછી ડુંગળીવાળા દૂધમાં શાકભાજી એડ કરીને ‘વ્હાઈટ સોસ પાસ્તા’ તૈયાર છે. લોકોને તે કાંદા અને લવિંગનો સીન કોઈ કાળા જાદુ જેવો લાગી રહ્યો છે.
recipe.hai નામના એકાઉન્ટ પરથી ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલ આ વીડિયોને અત્યાર સુધીમાં 86 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે 3 લાખથી વધુ લોકોએ તેને લાઈક પણ કર્યો છે. આના પર પ્રતિક્રિયા આપતા ઘણા લોકોએ છોકરીને આ વાત પર ઠપકો આપ્યો છે કે દૂધ અને ડુંગળી એકસાથે ઉપયોગમાં લેવાતા નથી. આયુર્વેદમાં આ મિશ્રણને ચામડીના રોગોનું કારણ જણાવવામાં આવ્યું છે.