Video : આ યુવકે વરરાજા સામે લગ્ન મંડપમાં દુલ્હનને કરી પ્રપોઝ, હાઈ વોલ્ટેજ ડ્રામાનો વીડિયો થયો વાયરલ

આજકાલ લગ્નનો એક રમુજી વીડિયો સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી રહ્યો છે.જેમાં એક યુવાન લગ્ન મંડપમાં જ દુલ્હનને પ્રપોઝ કરતો જોવા મળે છે.

Video :  આ યુવકે વરરાજા સામે લગ્ન મંડપમાં દુલ્હનને કરી પ્રપોઝ, હાઈ વોલ્ટેજ ડ્રામાનો વીડિયો થયો વાયરલ
Wedding funny video goes viral
| Edited By: | Updated on: Jan 13, 2022 | 3:11 PM

Funny Video : લગ્નની સિઝન શરૂ થતા જ સોશિયલ મીડિયા પર લગ્ન સંબધિત વીડિયો (Wedding video) વાયરલ થતા જોવા મળે છે.જેમાં ક્યારેક દુલ્હા-દુલ્હનની એન્ટ્રી તો ક્યારેક ડાન્સ લોકોના આકર્ષણનુ કેન્દ્ર બને છે.તમે અત્યાર સુધી લગ્નમાં મિત્રોની મસ્તી જોઈ હશે, પરંતુ શું તમે ક્યારેય લગ્નમાં હાઈ વોલ્ટેજ ડ્રામા જોયો છે ? જી હા તાજેતરમાં આવો જ એક લગ્નનો રમુજી વીડિયો(Video)  સામે આવ્યો છે.જેમાં એક યુવક લગ્ન મંડપમાં કંઈક એવુ કરે છે જે જોઈને તમને પણ હસવુ આવશે.

લગ્ન મંડપમાં યુવકે કર્યુ કંઈક આવુ….!

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, દુલ્હા-દુલ્હન લગ્ન મંડપમાં એકસાથે ઉભા છે. વરરાજાના હાથમાં ગુલાબનું ફૂલ છે અને તે દુલ્હનને(Bride)  પ્રપોઝ કરવા જાય છે. ત્યારે અચાનક એક યુવક આવી પહોંચે છે અને વરની સામે ઘૂંટણિયે બેસીને કન્યાને પ્રપોઝ કરવા લાગે છે. યુવકને આ રીતે જોઈને વરરાજા સહિત મહેમાનો પણ ચોંકી જાય છે. જો કે બાદમાં આ યુવક મસ્તી કરી રહ્યો હોવાનુ જણાવે છે. આ વીડિયો જોઈને તમે પણ હસીને લોટ પોટ થઈ જશો.

જુઓ વીડિયો

રમુજી વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

યુઝર્સ આ રમુજી વીડિયો એકબીજા સાથે શેર કરી રહ્યા છે અને તેના પર પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.તમને જણાવી દઈએ કે, આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર bhutni_ke_memes નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે.

વીડિયો પર કોમેન્ટ કરતા અક યુઝરે લખ્યુ કે, લગ્નમાં આવુ કોણ કરે…? જ્યારે અન્ય એક યુઝરે લખ્યુ કે, યુવકનો શું કોન્ફિડન્સ છે. આ સિવાય અન્ય કેટલાક યુઝર્સ પણ રમુજી પ્રતિક્રિયા (Funny Comments) આપતા જોવા મળી રહ્યા છે.

 

આ પણ વાંચો : ટેણિયાએ ભારે કરી ! શિક્ષકના સવાલનો આ બાળકે એવો જવાબ આપ્યો કે વીડિયો થયો વાયરલ, જુઓ VIDEO

Published On - 2:45 pm, Thu, 13 January 22