Funny Video : લગ્નની સિઝન શરૂ થતા જ સોશિયલ મીડિયા પર લગ્ન સંબઘિત (Wedding video) વીડિયો વાયરલ થતા જોવા મળે છે. જેમાં ક્યારેક લગ્નમાં દુલ્હા-દુલ્હનની એન્ટ્રી તો ક્યારેક લગ્નની વિધિ (Wedding Ritual) લોકોમાં આકર્ષણનુ કેન્દ્ર બને છે. સામાન્ય રીતે લગ્નમાં દુલ્હા-દુલ્હન ખુબ શાંત જોવા મળે છે. પરંતુ વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં કંઈક ઉલ્ટુ જ જોવા મળી રહ્યુ છે. જેમાં વરરાજા દુલ્હન સાથે મસ્તી કરતા જોવા મળે છે. પરંતુ બાદમાં ગુસ્સે થયેલી દુલ્હન (Bride) જે કરે છે તે જોઈને તમે પણ હસવાનુ કંટ્રોલ નહિ કરી શકો.
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે દુલ્હા-દુલ્હન (Bride-Groom) મંડપમાં બેઠા છે. બાદમાં વરરાજાને મજાક સુઝે છે. તે થાળીમાં રાખેલી મીઠાઈઓ વડે કન્યાને ખવડાવવાનો પ્રયત્ન કરે છે. તે કન્યાના મોં સામે મીઠાઈ લે છે, પરંતુ ખવડાવતા નથી. જો કે બાદમાં દુલ્હન એવી તો ગુસ્સે થાય છે કે, મહેમાનોની સામે વરરાજાને મારી લે છે. આ જોઈને લોકો પણ હસવા લાગે છે. આ રમુજી વીડિયો (Funny Video) હાલ ઈન્ટરનેટ પર ધમાલ મચાવી રહ્યો છે.
આ લગ્નનો રમુજી વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પરથી Bhtni_ke_memes પરથી શેર કરવામાં આવ્યો છે. યુઝર્સને આ રમુજી વીડિયો ખુબ પસંદ આવી રહ્યો છે. તમને જણાવી દઈએ કે, આ વીડિયોને અત્યાર સુધીમાં 3400થી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે.
યુઝર્સ આ વીડિયો એકબીજા સાથે શેર કરી રહ્યા છે અને તેના પર પોતાની પ્રતિક્રિયા (Funny Comments) આપતા જોવા મળી રહ્યા છે. જેમાં એક યુઝરે લખ્યુ કે, વાહ દુલ્હને વરરાજાને બરાબરનો પાઠ ભણાવ્યો. જ્યારે અન્ય એક યુઝરે લખ્યુ કે, આવી દુલ્હનથી બચીને રહેવુ. આ સિવાય અન્ય કેટલાક યુઝર્સ પણ રમુજી પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.
આ પણ વાંચો : Video : બિલાડીઓને ભણાવતી નાની છોકરીનો વીડિયો થયો વાયરલ, યુઝર્સ કહ્યુ ‘બિલાડીઓ UPSC ક્રેક કરશે’