Viral Video: દુલ્હા-દુલ્હન કરાવી રહ્યા હતા ફોટોશૂટ, હાથીને ગુસ્સો આવતા માર્યો ડંડો

આ વાયરલ ક્લિપમાં જોઈ શકાય છે કે વરરાજા અને વહુ ફોટોશૂટ માટે હાથીની સામે રોમેન્ટિક પોઝ આપી રહ્યા છે. બધું બરાબર ચાલી રહ્યું છે. હાથી ખાવામાં અને કપલ ફોટોશૂટ કરાવવામાં વ્યસ્ત છે. પરંતુ અચાનક હાથી નીચે પડેલા 'ડંડા'ને ઉપાડે છે અને દંપતી તરફ ફેંકી દે છે.

Viral Video: દુલ્હા-દુલ્હન કરાવી રહ્યા હતા ફોટોશૂટ, હાથીને ગુસ્સો આવતા માર્યો ડંડો
Image Credit source: Instagram
| Edited By: | Updated on: Feb 16, 2023 | 5:40 PM

હાથી ખૂબ જ શાંત હોય છે. પણ જ્યારે તેને ગુસ્સો આવે છે, ત્યારે તે ઝાડને જડમૂળથી ફેંકી દે છે. સોશિયલ મીડિયા પર હાથીનો ગુસ્સે ભરાયેલો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ ક્લિપમાં જોઈ શકાય છે કે કન્યા અને વરરાજા ફોટોશૂટ માટે હાથીની સામે રોમેન્ટિક પોઝ આપી રહ્યા છે. બધું બરાબર ચાલી રહ્યું છે. હાથી ખાવામાં અને કપલ ફોટોશૂટ કરાવવામાં વ્યસ્ત છે.

 

પરંતુ અચાનક હાથી નીચે પડેલા ‘ડંડા’ને ઉપાડે છે અને દંપતી તરફ ફેંકે છે. વરરાજાને તે વાગે છે, જ્યારે કન્યા બચી જાય છે. આ પછી બંને ઝડપથી ત્યાંથી ચાલવા લાગે છે. જ્યારે હાથી તેમની સામે ગુસ્સાથી જોતો જોવા મળે છે. જો કે, દંપતી નસીબદાર હતું કે લાકડું છોકરાને સહેજ સ્પર્શ સાથે પસાર થયું હતું અને કોઈને નુકસાન થયું ન હતું. તમને જણાવી દઈએ કે, આ વિડિયો ફોટોગ્રાફર રેજીન નાચો એ ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં તેના ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો હતો.

મોટા ભાગના હાથિઓ જંગલમાં રહે છે પણ અમુક હાથીઓ શાંત સ્વભાવના હોય તેને લોકો પોતાની પાસે રાખે છે અને પાળે છે, ઘણી જગ્ચાએ જોવા મળ્યું છે કે હાથી લોકોની મદદ કરે છે, આમ તો આ સાવ શાંત પ્રાણી હોય છે, પરંતુ ક્યારે ક તે ગુસ્સામાં આવે ત્યારે તે નુકશાન પણ પહોચાડે છે.

આમ તો સોશિયલ મીડિયા પર ડાન્સને લગતા ઘણા વીડિયો વાયરલ થતા હોય છે જેમાં લોકો અવનવા સ્ટેપ્સ કરતા જોવા મળતા હોય છે ત્યારે બાળકોથી લઈ દરેક ઉંમરના લોકો પોતાના ડાન્સ વીડિયો શેર કરતા હોય છે. જોકે સોશિયલ મીડિયા વાયરલ વીડિયોનો ખજાનો છે અહીં ક્યારે શું વાયરલ થઈ જાય કંઈ કહી ન શકાય. લોકોને વાયરલ વીડિયોમાં ખાસ કરી ફની વીડિયો જોવા ખુબ ગમતા હોય છે. લોકો આ વીડિયો ન માત્ર જુએ જ છે પરંતુ તેમના મિત્રો સાથે પણ શેર કરે છે.

Follow Us