Viral : દરિયાના મોજા સાથે રમતો જોવા મળ્યો સાપ, આવો અદ્ભૂત વીડિયો તમે ક્યારેય નહીં જોયો હોય

એક વિશાળ સાપ સમુદ્રના મોજા તરફ જતો જોવા મળે છે, પરંતુ મોજા તેને પાછળ ધકેલી દે છે. પરંતુ પીછેહઠ કરવાને બદલે સાપ પણ હિંમતથી મોજા તરફ આગળ વધવા લાગે છે અને કોઈએ આ સુંદર વીડિયો કેમેરામાં કેદ કરી લીધો.

Viral : દરિયાના મોજા સાથે રમતો જોવા મળ્યો સાપ, આવો અદ્ભૂત વીડિયો તમે ક્યારેય નહીં જોયો હોય
Watch video of a Snake playing with tides in the sea
| Edited By: | Updated on: Nov 16, 2021 | 9:51 AM

જો તમે ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાની (Social Media) દુનિયામાં સક્રિય રહો છો તો તમે જાત જાતના વાયરલ વીડિયો (Viral Video) જોયા હશે. કેટલાક વીડિયો આપણને હસાવી દે તેવા હોય છે તો કેટલાક વીડિયોને જોઇને ચોંકી જવાય છે. હાલમાં સોશિયલ મીડિયા પર એક એવો જ વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે એક વિશાળ સાપ સમુદ્રના મોજા તરફ જતો જોવા મળે છે, પરંતુ મોજા તેને પાછળ ધકેલી દે છે. પરંતુ પીછેહઠ કરવાને બદલે સાપ પણ હિંમતથી મોજા તરફ આગળ વધવા લાગે છે અને કોઈએ આ સુંદર વીડિયો કેમેરામાં કેદ કરી લીધો. જે હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

 

સોશિયલ મીડિયા પર લોકો આ વીડિયોને વધુને વધુ પસંદ કરી રહ્યા છે. આ જ કારણ છે કે ઘણા યુઝર્સે વીડિયો પર પોતાની પ્રતિક્રિયા પણ નોંધાવી છે. એક યુઝરે કહ્યું કે સતત મહેનતથી આપણે જલ્દી આપણું લક્ષ્ય હાંસલ કરી શકીશું. તો બીજી તરફ અન્ય એક યુઝરે લખ્યું કે તેણે પહેલીવાર સાપને પાણીમાં આ રીતે મજા કરતા જોયો છે.

અદ્ભુત! અન્ય એક યુઝરે લખ્યું, ‘સાપ ખૂબ જ ખતરનાક હોય છે, આખરે આટલી નજીક રહીને કોણ વીડિયો બનાવી શકે છે’ આ સિવાય વીડિયોમાં ઘણા બધા ઈમોજી પણ જોવા મળી રહ્યા છે. આ સિવાય અન્ય ઘણા યુઝર્સે આ વીડિયો પર પોતાની પ્રતિક્રિયા આપી છે.

વાયરલ થઈ રહેલા આ વીડિયોને ઈંસ્ટાગ્રામ પર royal_pythons_ નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે. તેના કેપ્શનમાં લખ્યું છે, ‘મોજાઓ સાથે રમતો સાપ! સમાચાર લખાય ત્યાં સુધી આ વીડિયોને હજારો વ્યૂ અને લાઈક્સ મળી ચૂક્યા છે.

આ પણ વાંચો – હાથમાં કોન્ડોમનું મોટું પાઉચ લઇને ઉભી જોવા મળે આ ફેમસ એક્ટ્રેસ, જાણો શું છે સમગ્ર મામલો

આ પણ વાંચો –

Bhakti: પૌરાણિકકાળમાં કોણે-કોણે કરી હતી ગિરનારની પરિક્રમા ? જાણો, મહાફળદાયી યાત્રાની મહત્તા

આ પણ વાંચો –

ભરૂચ ધર્માંતરણ કેસમાં ચોંકાવનારી વિગતો આવી સામે, 100 હિન્દુઓને લાલચ આપી ઇસ્લામ અંગીકાર કરાવ્યાનો આક્ષેપ