સરકારી અધિકારીઓના નબળા વલણથી સામાન્ય જનતા કેટલી પરેશાન છે તે કોઈનાથી છુપાયેલું નથી. તેમની ફરિયાદ ઉચ્ચ અધિકારીઓને કરવામાં આવે તો પણ સ્થિતિ જેમની તેમ જ રહે છે. અધિકારીઓના ઉદાસીન વલણથી સામાન્ય માણસ કેટલો કંટાળી જાય છે, તેનું નવીનતમ ઉદાહરણ તેલંગાણાના હૈદરાબાદમાં જોવા મળ્યું છે. ગ્રેટર હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓની બેદરકારીથી ગુસ્સે ભરાયેલા એક વ્યક્તિએ સાપ લઈને ઓફિસમાં છોડી દીધો હતો.
તમને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક દિવસોથી તેલંગાણામાં ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે હૈદરાબાદ શહેરના ઘણા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ છે. લોકોના ઘરમાં પાણી ઘુસી ગયા છે. આ દરમિયાન અલવલમાં એક વ્યક્તિના ઘરમાં સાપ ઘુસી ગયો. એવો આરોપ છે કે તેણે આ અંગે જીએચએમસી અધિકારીઓને ફરિયાદ કરી હતી. પરંતુ છ કલાક બાદ પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આનાથી ગુસ્સે થઈને તે વ્યક્તિએ જાતે જ સાપને પકડી લીધો અને તેને વોર્ડ ઓફિસ લઈ ગયો અને ઓફિસરના ટેબલ પર છોડી દીધો.
A resident released a snake in the GHMC ward office at Alwal, Hyderabad after officials failed to respond to his complaint. The snake had entered his home during the rain.
Imagine how compelled he must have been that he had to take this step.#TwitterTillu constantly extols… pic.twitter.com/lXgcpA3kir
— Vikram Goud (@VikramGoudBJP) July 26, 2023
બીજેપી નેતાએ વીડિયો શેર કર્યો છે
હૈદરાબાદ બીજેપી નેતા વિક્રમ ગૌરે આ વીડિયો શેર કર્યો અને લખ્યું, કલ્પના કરો કે તે વ્યક્તિ કેટલો લાચાર હશે, જેણે આ પગલું ભર્યું. તેણે જણાવ્યું કે જ્યારે હૈદરાબાદના અલવલમાં GHMC વોર્ડ ઓફિસમાં વ્યક્તિની ફરિયાદને અવગણવામાં આવી ત્યારે તેને ઓફિસમાં સાપ છોડી દેવાની ફરજ પડી હતી.
ઓફિસર સાપને જોઈને ડરી ગયા
સંપત નામના આ વ્યક્તિનો આરોપ છે કે ઘરમાં સાપને જોયા બાદ તેણે જીએચએમસીના અધિકારીઓને ઘણી વખત ફોન કર્યો. પરંતુ કલાકો વીતી જવા છતાં અધિકારીઓ તરફથી કોઈ જવાબ ન આવતાં તેઓ ગુસ્સે થયા હતા. આ પછી, વિરોધ કરવા માટે, તેણે સાપને ઓફિસમાં છોડી દીધો. આ જોઈને અધિકારીઓ ડરી ગયા અને ત્યાંથી ભાગવા લાગ્યા.
વાયરલ અને ટ્રેન્ડિંગના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 12:11 pm, Thu, 27 July 23