હરતી-ફરતી બિલ્ડિંગનો વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ, Video જોઈ લોકો થયા આશ્ચર્યચકિત

|

Jul 10, 2022 | 8:46 PM

Viral Video: સોશિયલ મીડિયામાં એક બિલ્ડિંગનો વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ વીડિયોમાં ભારે ભરખમ ઊંચી બિલ્ડિંગ હરતી ફરતી જોવા મળે છે.

હરતી-ફરતી બિલ્ડિંગનો વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ, Video જોઈ લોકો થયા આશ્ચર્યચકિત
Viral Video
Image Credit source: TWITTER

Follow us on

સોશિયલ મીડિયા એટલે કે વાયરલ વીડિયોનો ખજાનો છે. આ વાયરલ વીડિયોમાં (Viral Video) રમુજી, હસી-મજાકના વીડિયોની સાથે સાથે નવાઈ પમાડે તેવા વીડિયો પણ વાયરલ થતા હોય છે. તે જોઈને એક વાર તો માનવામાં જ ના આવે કે આવુ કંઈક થઈ શકે છે. એક ચોંકાવનારો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક ભારે અને ઊંચી બિલ્ડિંગ હરતી ફરતી (Walking Building) જોવા મળી રહી છે. શું તમે ક્યારેય ‘મૂવિંગ બિલ્ડિંગ’ જોઈ છે? આ વાયરલ વીડિયોએ સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવી દીધો છે. આ અદ્ભુત નજારો જોઈને લોકો દંગ થયા છે. ચાલો જાણીએ આ વીડિયો પાછળની હકીકત.

સામાન્ય રીતે જોવામાં આવે છે કે જો મકાનો જૂના થઈ જાય અથવા લોકોને બીજી જગ્યાએ મકાન બનાવવું હોય તો તેઓ જૂના મકાનને તોડીને ત્યાં જરૂરી તેના સામનનો ઉપયોગ નવું મકાન બનાવવા માટે કરે છે. પરંતુ આ વીડિયોમાં જૂના મકાનને ઉપાડીને અન્ય જગ્યાએ શિફ્ટ કરવામાં આવી રહ્યુ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ પાંચ માળની ઈમારત લગભગ 100 વર્ષ જૂની છે, જેનું વજન 3800 ટન એટલે કે 38 લાખ કિલો છે. તમે કલ્પના કરી શકો છો કે આટલી ભારે ઈમારતને તેના મૂળ સાથે ઉપાડીને તેને બીજી જગ્યાએ ખસેડવી કેટલી મુશ્કેલ હશે. આવો જોઈએ આ વાયરલ વીડિયો.

આ પણ વાંચો

આ રહ્યો એ વાયરલ વીડિયો

 

જો કે આ પહેલીવાર નથી, જ્યારે કોઈ ઈમારતને તેના મૂળ સાથે ઉપાડીને બીજી જગ્યાએ ખસેડવામાં આવી હોય. આ પહેલા ચીનના શાંઘાઈમાં એક શાળાની ઈમારતને ઉપાડીને અન્ય જગ્યાએ શિફ્ટ કરવામાં આવી હતી. વિશ્વના ઘણા દેશોમાં આવી પ્રક્રિયા સામાન્ય બની થઈ છે. દેખીતુ છે કે આ પ્રક્રિયા પાછળ ખર્ચો પણ એટલો જ વધારે થતો હોય છે. એન્જિનિયરિંગના આ અદ્ભુત નમૂનાએ લોકોને આશ્ચર્યચકિત કરી દીધા હતા.

Next Article