ક્યારેય જ્વાળામુખી ફાટતા જોયો છે ? ડ્રોને બતાવ્યો જ્વાળામુખીનો અંદરનો નજારો, જુઓ આ અદ્ભૂત Viral Video

|

Mar 26, 2023 | 1:39 PM

શું તમે ક્યારેય જોયું છે કે જ્વાળામુખીની અંદર શું થાય છે. આ દિવસોમાં ડ્રોન કેમેરાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં આ દ્રશ્ય જોવા મળી રહ્યું છે. આ વીડિયોના કેપ્શનમાં લખ્યું છે- જ્વાળામુખી ફાટતા ડ્રોનમાંથી લીધેલા ફૂટેજ.

ક્યારેય જ્વાળામુખી ફાટતા જોયો છે ? ડ્રોને બતાવ્યો જ્વાળામુખીનો અંદરનો નજારો, જુઓ આ અદ્ભૂત Viral Video
Jwalamukhi Viral Video

Follow us on

શું તમે ક્યારેય વિચાર્યું છે કે જ્વાળામુખીના રૂપમાં વિસ્ફોટ થતા પૃથ્વીના ગર્ભમાં કેટલી ગરમી હશે. જ્વાળામુખી વાસ્તવમાં આપણી પ્રકૃતિના સૌથી ઉગ્ર સ્વરૂપોમાંથી એક છે જે આપણને કહે છે કે પૃથ્વી અને તેની પ્રકૃતિને ક્યારેય હળવાશથી ન લેવી જોઈએ. જ્યારે જ્વાળામુખી ફાટી નીકળે છે, ત્યારે તે માત્ર આસપાસના વિસ્તારોને જ નહીં પરંતુ દૂરના વિસ્તારોને પણ અસર કરે છે. તેમાંથી નીકળતો ગેસ આકાશમાં ફેલાય છે, જેના કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફ થાય છે. પરંતુ શું તમે ક્યારેય જોયું છે કે જ્વાળામુખીની અંદર શું થાય છે. આ દિવસોમાં ડ્રોન કેમેરાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં આ દ્રશ્ય જોવા મળી રહ્યું છે.

આ પણ વાંચો: Viral Video : ‘ખુલા હૈ મેરા પિંજરા’ ગીત પર વર-કન્યાએ કર્યો કાતિલાના ડાન્સ, લોકોએ કહ્યું- 36માંથી 36 ગુણ મળે છે

આ છે ભારતીય સિનેમાનો સૌથી મોંઘો વિલન, જુઓ ફોટો
શરૂ થશે દુનિયાનો અંત ! વાંચો 2025 માટે બાબા વૈંગાની કરેલી 10 ડરામણી ભવિષ્યવાણીઓ
Bel Patra Benefits : સવારે ખાલી પેટ બીલીપત્ર ખાવાના ફાયદા છે ચોંકાવનારા, આ લોકો માટે છે અમૃત સમાન, જાણો
Career : શું તિબેટના લોકો ભારતમાં IAS-IPS બની શકે છે?
જો બિલાડી તમારો રસ્તો કાપે તો શું કરવું? પ્રેમાનંદ મહારાજે ગળે ઉતરે એવી વાત કહી
Paris Eiffel Tower: એફિલ ટાવરની ટોચ પર એક છે સિક્રેટ ROOM, જેમાં કોઈ જઈ શકતું નથી! આખરે એમાં શું છે?

ટ્વિટર એકાઉન્ટ @fasc1nate પર ઘણીવાર વિચિત્ર વીડિયો પોસ્ટ કરવામાં આવે છે. હાલમાં જ આ એકાઉન્ટ પર એક વીડિયો શેર કરવામાં આવ્યો છે જેમાં જ્વાળામુખી ફાટવાનો વીડિયો જોવા મળી રહ્યો છે. Bjorn Steinbekk એક ફોટોગ્રાફર છે જે ડ્રોન કેમેરાથી ફોટા અને વીડિયો બનાવે છે. આ વીડિયો તેણે જ બનાવ્યો છે. કેપ્શનમાં લખ્યું છે- જ્વાળામુખી ફાટતા ડ્રોનમાંથી લીધેલા ફૂટેજ.

ડ્રોને જ્વાળામુખીનું અંદરનું દૃશ્ય બતાવ્યું

આ વીડિયોમાં સૌથી પહેલા તમે ગ્રે રંગની ચાદર જોશો. એવું લાગશે કે ઘણો સિમેન્ટ રાખવામાં આવ્યો છે. પરંતુ અચાનક તે ઝડપથી ઉકળવા લાગે છે અને ધીમે ધીમે વિસ્ફોટ થવા લાગે છે. એમાં હલનચલન થાય અને પછી ઉકળતો લાવા દેખાય! જેમ જેમ લાવા એક ખૂણામાંથી વહે છે, તેમ તેમ તેનો પીળો-લાલ રંગ દેખાય છે. જ્વાળામુખી તેનું ભયાનક સ્વરૂપ બતાવે છે અને અચાનક વિસ્ફોટ થાય છે. આગની જેમ ગરમ લાવા પણ અહીં-ત્યાં જોવા મળે છે.

આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે

આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે, તેને 2 કરોડથી વધુ વ્યૂઝ મળ્યા છે અને ઘણા લોકોએ કોમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ આપ્યો છે. એકે કહ્યું કે ટેક્નોલોજીએ આપણને એવી સુવિધા આપી છે કે કેમેરા પણ આપણને તે બતાવી શકે છે જે મનુષ્ય માટે જોખમી છે. એકે કહ્યું કે જો ડ્રોન વધુ સમય સુધી ત્યાં રહેશે તો તે બળીને રાખ થઈ જશે.

Next Article