Video : બાસ્કેટબોલ રમતા ડોગીએ ઈન્ટરનેટ પર મચાવી ધમાલ, વીડિયો જોઈને યુઝર્સ કહ્યુ” યે તો ખેલાડી હૈ”

આ દિવસોમાં સોશિયલ મીડિયા પર એક ડોગીનો વીડિયો ધમાલ મચાવી રહ્યો છે.જેમાં તે જે રીતે બાસ્કેટ બોલ રમી રહ્યો છે, તે જોઈને તમને પણ આશ્વર્ય થશે.

Video : બાસ્કેટબોલ રમતા ડોગીએ ઈન્ટરનેટ પર મચાવી ધમાલ, વીડિયો જોઈને યુઝર્સ કહ્યુ યે તો ખેલાડી હૈ
Dog plays basketball
| Edited By: | Updated on: Jan 27, 2022 | 2:41 PM

Viral Video : પાલતુ પ્રાણીઓ સંબધિત વીડિયો અવારનવાર સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે. ખાસ કરીને સોશિયલ મીડિયાના લોકો કૂતરા (DOG) અને બિલાડીઓના વીડિયો યુઝર્સ ખૂબ જ ઉત્સાહથી જોવાનું પસંદ કરે છે. આ જ કારણ છે કે જ્યારે પણ ઈન્ટરનેટની દુનિયામાં આ સંબંધિત કોઈ વીડિયો શેર કરવામાં આવે છે, તો તે તરત જ વાયરલ થઈ જાય છે. તાજેતરમાં આવો જ એક ડોગીનો રમુજી વીડિયો ઈન્ટરનેટ પર સામે આવ્યો છે.જેમાં તે બાસ્કેટ બોલ (Basket Ball) રમતો જોવા મળે છે.

બાસ્કેટબોલ રમતો ડોગી બન્યો આકર્ષણનુ કેન્દ્ર

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક કૂતરો તેના માલિક સાથે બાસ્કેટબોલ રમી રહ્યો છે. આ પહેલા, માલિક અને કૂતરો એકબીજાને હાઇ ફાઇવ્સ આપે છે. આ પછી માલિક કૂતરાને બોલ આપે છે. જેના પર, કૂતરો જે રીતે માથા પર અથડાવીને બોલને ઉછાળે છે તે જોઈને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. બાસ્કેટબોલ રમતી વખતે માલિક અને કૂતરા વચ્ચેનો તાલમેલ અદ્ભુત છે.આ વીડિયો હાલ સોશિયલ પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

જુઓ વીડિયો

યુઝર્સ આપી કંઈક આવી પ્રતિક્રિયા

ડોગીનો આ ખૂબ જ ફની વીડિયો ટ્વીટર પર Laughs 4 All નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે, આ વીડિયોને અત્યાર સુધીમાં 60 હજારથી વધુ લોકો જોઈ ચૂક્યા છે, જ્યારે 4 હજારથી વધુ લોકોએ આ વીડિયોને લાઈક કર્યો છે.

યુઝર્સ આ વીડિયો એકબીજા સાથે શેર કરી રહ્યા છે અને તેના પર પોતાની પ્રતિક્રિયા (Comments) આપતા જોવા મળી રહ્યા છે. વીડિયો પર કોમેન્ટ કરતા એક યુઝરે લખ્યુ, ‘વાહ….. કાશ મારી બિલાડી પણ આવું કંઈક કરી શકે.’ જ્યારે અન્ય એક યુઝર્સ લખ્યુ કે, અમેઝિંગ એનર્જી. આ સિવાય અન્ય કેટલાક યુઝર્સ પણ પોતાની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.

 

આ પણ વાંચો : Video : બકરીએ પોતાનો જીવ દાવ પર મુકીને મરઘીનો બચાવ્યો જીવ, વીડિયો જોઈને યુઝર્સ કહ્યુ “‘યે હૈ એકતા’

આ પણ વાંચો : Viral Video: પતિએ પત્ની સાથે કર્યુ ગજબનુ પ્રેન્ક, પછી પત્નીએ જે કર્યુ તે જોઈને તમને પણ હસવુ આવશે