પેડલ મારતા-મારતા આ યુવકે હવામાં ઉડાડી સાયકલ, ચોંકાવનારો વીડિયો થયો વાયરલ

સોશિયલ મીડિયામાં હાલમાં આવી જ એક ઘટનાનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો એક સાયકલ ઉડતી જોવા મળે છે. આ ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયો છે,

પેડલ મારતા-મારતા આ યુવકે હવામાં ઉડાડી સાયકલ, ચોંકાવનારો વીડિયો થયો વાયરલ
Viral Video
Image Credit source: Twitter
| Edited By: | Updated on: Dec 13, 2022 | 5:07 PM

આપણામાંથી લગભગ દરેક વ્યક્તિ એ પોતાના જીવનમાં સાયકલ ચલાવી જ હશે. ઘણા લોકો સાયકલ ચલાવતા ચલાવતા ઘણીવાર પડયા હશે, ત્યારે જઈને સાયકલ ચલાવતા શીખ્યા હશે. પણ જો તમને કોઈ કહે કે સાયકલના પેડલ મારતા-મારતા હવામાં ઉડી શકો છો, તો તમે કેવી પ્રતિક્રિયા આપશો ? આ લગભગ અશક્ય વાત છે. સોશિયલ મીડિયામાં હાલમાં આવી જ એક ઘટનાનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો એક સાયકલ ઉડતી જોવા મળે છે.

આ વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક રન વે પરથી સાયકલ ઉડતી જોવો મળે છે. કેટલાક લોકો સાથે મળીને ‘ફલાઈંગ સાયકલ’ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે. આ વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે એક યુવક પારદર્શી બોક્સની અંદર સાયકલ પર બેઠો છે અને પેડલ મારી રહ્યો છે. તેની આસપાસ પ્લેન જેવા વિંગ્સ જોડાયેલા છે. આ વીડિયો જોઈને અંદાજો લગાવી શકાય છે કે આ લોકો સાયકલની મદદથી હવામાં ઉડવાનો પ્રયાસ કરી રહ્યા છે. તમને જોઈને નવાઈ લાગશે કે તેમના આ પ્રયાસથી સાયકલ હવામાં ઉડવા પર લાગે છે. જોક થોડા સમય માટે હવામાં ઉડીને આ સાયકલ ફરી જમીન પર આવે છે. આ વીડિયો કઈ જગ્યાનો છે તે જાણવા નથી મળ્યુ, પણ આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયો છે.

આ રહ્યો એ વાયરલ વીડિયો

 


આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક સોશિયલ મીડિયા યુઝરે આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, વાહ ગજબ. બીજા સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે,સરસ પ્રયાસ કર્યો. અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, દુનિયા પ્રયોગો કરી કરીને આગળ વધી રહી છે.