Viral Video: ઝોમ્બી બનીને મહિલાઓએ અચાનક રસ્તા પર શરૂ કર્યો ડાન્સ, આ જોઈ લોકોને થયું આશ્ચર્ય, જુઓ વિચિત્ર ડાન્સનો વીડિયો

હાલમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ જોવા મળી રહ્યો છે. આ વીડિયો જોઈને લોકો વિચાર કરી રહ્યા છે કે આટલા બધા ઝોમ્બી એક સાથે કેવી રીતે? આ વીડિયોમાં જોઈ શકાય છે કે, ઘણી બધી મહિલાઓ ઝોમ્બી બનીને રસ્તા પર ડાન્સ કરી રહી છે. વીડિયોમાં મહિલાઓ રસ્તા પર અજીબ વર્તન કરી રહી છે. મહિલાઓની આ ક્રિયા ફિલ્મોમાં બતાવવામાં આવતા ઝોમ્બી જેવી જ જોવા મળી રહી ​​છે.

Viral Video: ઝોમ્બી બનીને મહિલાઓએ અચાનક રસ્તા પર શરૂ કર્યો ડાન્સ, આ જોઈ લોકોને થયું આશ્ચર્ય, જુઓ વિચિત્ર ડાન્સનો વીડિયો
Dance Viral Video
| Edited By: | Updated on: Oct 25, 2023 | 1:38 PM

હોલિવૂડમાં ઘણી ઝોમ્બી ફિલ્મો (Films) બની છે, જે તમે જોઈ હશે. બોલિવૂડમાં (Bollywood) પણ ઝોમ્બિઓ પર એક-બે ફિલ્મો બની છે. આવી ફિલ્મો જે લોકોને આશ્ચર્યની સાથે ડરાવે પણ છે. પરંતુ ઝોમ્બી એક કાલ્પનિક પાત્ર છે. તમે વિચારો કે લોકો સાચે જ ઝોમ્બી બની જાય તો તો શું થાય? રસ્તાઓ પર કેવા દ્રશ્યો જોવા મળે.

મહિલાઓ ઝોમ્બી બનીને રસ્તા પર કરી રહી છે ડાન્સ

હાલમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ જોવા મળી રહ્યો છે. આ વીડિયો જોઈને લોકો વિચાર કરી રહ્યા છે કે આટલા બધા ઝોમ્બી એક સાથે કેવી રીતે? આ વીડિયોમાં જોઈ શકાય છે કે, ઘણી બધી મહિલાઓ ઝોમ્બી બનીને રસ્તા પર ડાન્સ કરી રહી છે. વીડિયોમાં મહિલાઓ રસ્તા પર અજીબ વર્તન કરી રહી છે.

વીડિયો અમેરિકાના કનેક્ટિકટમાં ફેરફિલ્ડનો

મહિલાઓની આ ક્રિયા ફિલ્મોમાં બતાવવામાં આવતા ઝોમ્બી જેવી જ જોવા મળી રહી ​​છે. ત્યારબાદ આ મહિલાઓ વિચિત્ર ડાન્સ પણ કરવા લાગે છે. આ વીડિયો અમેરિકાના કનેક્ટિકટમાં ફેરફિલ્ડનો છે. આ મહિલાઓ રસ્તા પર જે ડાન્સ કરી રહી છે તેના પાછળ એક મહત્વનું કારણ પણ છે. મહિલાઓ કેન્સર રિસર્ચ માટે રૂપિયા ભેગા કરવા માટે આવુ કરી રહી છે.

 

 

વીડિયો 12 લાખ વખત જોવામાં આવ્યો

દર વર્ષે હેલોવીન સમયે આવું થાય છે. અનેક મહિલાઓ ઝોમ્બી ગેટઅપમાં ડાન્સ કરે છે. આ મહિલાઓને ‘મોમ્બીઝ’ તરીકે ઓળખવામાં આવે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર goodnews_movement નામની આઈડીથી શેર કરવામાં આવ્યો છે, જેને અત્યાર સુધીમાં 1.2 મિલિયન એટલે કે 12 લાખ વખત જોવામાં આવ્યો છે. 56000 થી વધારે લોકોએ આ વીડિયોને લાઈક કર્યો છે અને કોમેન્ટ્સ કરી છે.

આ પણ વાંચો : Viral Video: 1 દિયર માટે 2 ભાભીઓ વચ્ચે થઈ માથાકૂટ, કારણ જાણીને હસી પડશો

એક મહિલા યુઝરે લખ્યું છે કે, હું પણ મમ્મી બનવા માંગુ છું. અન્ય એક યુઝરે લખ્યું કે. મને આ માતાઓ પર ગર્વ છે. આવી જ રીતે, કેટલાક યુઝર્સ કહી રહ્યા છે કે તેઓ આ અનોખી પહેલનો ભાગ બનવા ઈચ્છે છે.

Disclaimer : આ આર્ટિકલ ફેક્ટ ચેક કરવામાં આવ્યો છે, આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો છે. જેની પુષ્ટી TV9 ગુજરાતી કરતુ નથી.

વાયરલ અને ટ્રેન્ડિંગના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો