વાયરલ વીડિયો : એરપોર્ટ પર ભગવાન રામને જોઈ ભક્તો ભાવુક થયા, નત મસ્તક થઈ રામના પગે પડ્યા ભક્તો

રામાયણ સિરિયલના દરેક પાત્રએ લોકોના દિલમાં સ્થાન મેળવ્યુ છે. તે જ સિરિયલમાં રાજા રામનું પાત્ર ભજવનાર એક અભિનેતાનો વીડિયો હાલ વાયરલ (Viral Video) થઈ રહ્યો છે. તેને જોઈને તમે તે અભિનેતાના અભિનયની શ્રેષ્ઠતા જાણી શકો છો.

વાયરલ વીડિયો : એરપોર્ટ પર ભગવાન રામને જોઈ ભક્તો ભાવુક થયા, નત મસ્તક થઈ રામના પગે પડ્યા ભક્તો
Viral Video
Image Credit source: Twitter
| Edited By: | Updated on: Oct 01, 2022 | 5:13 PM

Arun Govil Airport Video: ભારતીય સિનેમા અને ટેલિવિઝન વર્ષોથી ચાલે છે. તેમાં હમણા સુધી એવા મોટા કલાકારો આવીને ગયા છે કે જેઓ પોતાના અભિનયને કારણે આજે પણ લોકોના દિલમાં વસ્યા છે. તમે વર્ષો પહેલા આવેલી રામાયરણ સિરિયલ તો જોઈ જ હશે. કોરોના માહામારી વખતે પણ આ સિરિયલ ફરી એકવાર ભારતની જનતાને બતાવવામાં આવી હતી. આ સિરિયલના દરેક પાત્રએ લોકોના દિલમાં સ્થાન મેળવ્યુ છે. તે જ સિરિયલમાં રાજા રામનું પાત્ર ભજવનાર એક અભિનેતાનો વીડિયો હાલ વાયરલ (Viral Video) થઈ રહ્યો છે. તેને જોઈને તમે તે અભિનેતાના અભિનયની શ્રેષ્ઠતા જાણી શકો છો.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક એરપોર્ટનો નજારો જોઈ શકાય છે. આ વીડિયોમાં પ્રખ્યાત રામાયરણ સિરિયલમાં રામનુંં પાત્ર ભજવનાર અરુણ ગોવિલ દેખાય રહ્યા છે. તેમની સાથે તેમનો પરિવાર પણ છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે તેઓ એરપોર્ટ પર પોતાના પરિવાર સાથે સામન લઈને યાત્રા કરી રહ્યા છે. પણ કેટલાક લોકોને કારણે તેઓ એરપોર્ટ પણ થોડા સમય માટે રોકાયા છે.

એક મહિલા અને એક યુવક તેમના પગે પડી રહ્યા છે. તે મહિલા એટલી ભાવુક છે કે તે થોડા સમય માટે તેમના ચરણોમાં જ રહે છે. જણાવી દઈએ કે આ બન્ને વ્યક્તિ અરુણ ગોવિલને તેમના અદ્દભુત અભિનયને કારણે રામ જ માને છે અને તે જ આસ્થા સાથે તેઓ તેમને પગે લાગી રહ્યા છે. આ પ્રેમ જોઈ અરુણ ગોવિલ પણ ભાવુક થતા જોવા મળ્યા.

આ રહ્યો એ વાયરલ વીડિયો

 

આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર Shakshi rawat નામના ટ્વિટર હેન્ડલ પરથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયા છે. સોશિયલ મીડિયા યુઝર દરેક પ્લેટફોર્મ પર અપલોડ થયેલા આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. યુઝર્સ આ વીડિયોને શેર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, આ તેમના અભિનયનો જાદુ છે કે આજે પણ લોકો તેમને રામ માને છે. બીજા એક યુઝરે લખ્યુ છે કે, વાહ આ વીડિયો જોઈ હું પણ ભાવુક થઈ ગયો. અન્ય એક યુઝરે લખ્યુ છે કે, અદ્દભુત ભારત, અતુલ્ય ભારત.

Follow Us