નવી રાનૂ મંડલ સોશિયલ મીડિયામાં છવાઈ ગઈ, મધુર અવાજમાં ગાયુ લતા દીદીનું ગીત

|

Dec 13, 2022 | 6:38 PM

તે પોતાની વિચિત્ર હરકતોને કારણે ફરી ગુમનામીના અંધારામાં ખોવાઈ ગઈ છે. હાલમાં સોશિયલ મીડિયા પર એક મહિલાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જે લોકોને રાનૂ મંડલની યાદ અપાવી રહી છે.

નવી રાનૂ મંડલ સોશિયલ મીડિયામાં છવાઈ ગઈ, મધુર અવાજમાં ગાયુ લતા દીદીનું ગીત
viral video
Image Credit source: Instagram

Follow us on

સોશિયલ મીડિયા ટેલેન્ટેડ લોકો માટે એક મહત્વનું પ્લેટફોર્મ સાબિત થઈ રહ્યુ છે. સોશિયલ મીડિયાના માધ્યમથી અનેક લોકો કમાણી પણ કરી રહ્યા છે. રોજ સોશિયલ મીડિયા પર અલગ અલગ ટેલેન્ટે ધરાવતા લોકોના વીડિયો વાયરલ થતા હોય છે. બંગાળની રાનૂ મંડલને આજે પણ ઘણા લોકો યાદ કરે છે. તે સ્વ. લતા મંગેશકરનું ગીત ‘એક પ્યાર કા નગમા’ ગાઈને રાતોરાત ઈન્ટરનેટ પર છવાઈ ગઈ હતી. તેને મ્યૂઝિક ડાયરેક્ટર હિમેશ રેશમિયા દ્વારા બોલિવુડ ફિલ્મમાં ગીત ગાવાનો અવસર પણ મળ્યો હતો. જોકે , હવે તે પોતાની વિચિત્ર હરકતોને કારણે ફરી ગુમનામીના અંધારામાં ખોવાઈ ગઈ છે. હાલમાં સોશિયલ મીડિયા પર એક મહિલાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જે લોકોને રાનૂ મંડલની યાદ અપાવી રહી છે.

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં એક મહિલા વર્ષ 1966માં રીલિઝ થયેલી ફિલ્મ ‘આયે બહાર કે’નું ગીત ‘સુનો સજના પપીહે ને’ ગાતી જોવા મળે છે. આ મહિલાનો અવાજ એટલો મધુર છે કે આ વીડિયોને ફરી જોતા રહેવાનું મન થાય. આ મહિલાનો વીડિયો જોઈ અનેક લોકોને રાનૂ મંડલની પણ યાદ આવી હતી. ઘણા લોકોનું માનવુ છે કે આ મહિલા રાનૂ મંડલ કરતા પણ વધારે સારુ અને મધુર ગીત ગાઈ રહી છે. આ વીડિયો મહાબલેશ્વરના પંચગનીના પારસી પોઈન્ટનો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર સલમાન સૈયદ નામના યુઝરે શેયર કર્યો છે.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

આ રહ્યો એ વાયરલ વીડિયો

 


આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મસ પણ ખુબ વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક સોશિયલ મીડિયા યુઝરે આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, ગજબનું ટેલેન્ટ છે. બીજા સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, વાહ..ભારતમાં ખરેખર અદભુત ટેલેન્ટ છે. અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, વાહ…કેટલો મધુર અવાજ.

Next Article