Viral Video : તમે ક્યારેય વાઘને નસકોરા બોલાવતો જોયો છે? જુઓ આ સુંદર Video

Tiger Snoring Video Viral: વાઘની સંભાળ રાખનારાઓ અને સંશોધકો માને છે કે નસકોરાં બોલવું એ એક પોઝિટિવ સંકેત છે, જે દર્શાવે છે કે આ વિશાળ શિકારી તેના વાતાવરણમાં આરામ ફરમાવે છે.

Viral Video :  તમે ક્યારેય વાઘને નસકોરા બોલાવતો જોયો છે? જુઓ આ સુંદર Video
White Tiger Snoring
| Updated on: Sep 17, 2025 | 4:30 PM

તમે સોશિયલ મીડિયા પર વાઘના શિકાર અથવા ગર્જનાના ઘણા બધા વીડિયો જોયા હશે, પરંતુ હવે એક એવો વીડિયો સામે આવ્યો છે જેણે બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે. આ વીડિયોમાં એક સફેદ વાઘ માણસની જેમ જોરથી નસકોરાં બોલાવી રહ્યો છે. જેના કારણે નેટીઝન્સને આશ્ચર્ય થયું છે કે શું વાઘ પણ નસકોરાં બોલાવે છે.

હવા તેમના નાક અને ગળામાંથી પસાર થાય છે

@beyond_the_wildlife નામના ઇન્સ્ટાગ્રામ પેજ પર શેર કરાયેલા આ વીડિયોના કેપ્શનમાં સમજાવવામાં આવ્યું છે કે વાઘ ગાઢ ઊંઘ દરમિયાન પણ નસકોરાં બોલાવે છે. આ ત્યારે થાય છે જ્યારે હવા તેમના નાક અને ગળામાંથી પસાર થાય છે ત્યારે વાઇબ્રેટ થાય છે. આ એક કુદરતી પ્રક્રિયા છે, જે ઘણીવાર ત્યારે થાય છે જ્યારે વાઘ સંપૂર્ણપણે શાંત અને સલામતી અનુભવે છે.

માણસોની જેમ નસકોરાં બોલવા

વાઘની સંભાળ રાખનારાઓ અને સંશોધકો માને છે કે આ એક સકારાત્મક સંકેત છે, જે દર્શાવે છે કે આ વિકરાળ બિલાડીઓ તેમના વાતાવરણમાં આરામ ફરમાવે છે. ભલે આ વિચિત્ર લાગે, તે આપણને યાદ અપાવે છે કે આ શક્તિશાળી શિકારી અમુક અંશે આપણા જેવા જ માણસો છે.

અહીં નસકોરાં લેતા સફેદ વાઘનો સુંદર વીડિયો જુઓ….

લોકોની રમુજી પ્રતિક્રિયાઓ

આ સુંદર વીડિયો 500,000 થી વધુ વખત જોવામાં આવી છે અને 54,000 થી વધુ લોકોએ લાઈક કરી છે. ઇન્ટરનેટ યુઝર્સ વીડિયો પર રમુજી ટિપ્પણીઓ પણ કરી છે. એકે લખ્યું, “મારા પિતાની જેમ નસકોરાં બોલાવે છે.”

બીજા યુઝર્સે કહ્યું કે, “ખૂબ જ સુંદર લાગે છે આ ભયંકર સફેદ બિલાડી નસકોરાં લેતી વખતે.” બીજા વપરાશકર્તાએ લખ્યું, “માણસોની જેમ નસકોરાં લેતી બિલ્લી.” આ દરમિયાન બીજા વપરાશકર્તાએ ટિપ્પણી કરી, “કાશ તે તેના કુદરતી નિવાસસ્થાનમાં નસકોરાં લેતી હોત, પરંતુ કમનસીબે આપણે તેની મોટાભાગની પ્રજાતિઓનો નાશ કરી દીધો છે.”

આ પણ વાંચો: Viral Video: Reel બનાવવા માટે રીંછને કોલ્ડડ્રિંક પીવડાવ્યું, વન વિભાગે લીધા એક્શન

આવા વીડિયો અન્ય ચેટ કે એપ્સ દ્વારા વારંવાર શેર કરવામાં આવતા હોવાથી આવી ક્લિપ્સ ઝડપથી ફેલાઈ જાય છે. મોટાભાગના વાયરલ વીડિયોમાં મજા પડતી હોય છે. આવા જ વાયરલ વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો.