
Shocking Video : ‘નાના છોડને જેમ વાળીયે તેમ વળે’ આ વાત આપણે બાળકોના ઉછેર માટે વાપરતા હોઈએ છે. બાળકનું તેના બાળપણમાં સારી રીતે ઘડતર થવું ખુબ જરુરી છે. તેને યોગ્ય શિક્ષણ અને શીખ ન આપવામાં આવે તો તે ભવિષ્યમાં ખરાબ નાગરિક બને છે. આજકાલના બાળકોને ફોનનો ઉપયોગ કરવાનો ભારે ચસ્કો ચઢયો છે. તે ફોનમાં ગેમ રમવામાં એટલા લીન રહે છે તેને ખરાબ અસર તેમને માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પર પડે છે. કેટલીકવાર તેને ગંભીર પરિણામ ભોગવા પડી શકે છે. હાલમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થયો છે. જેને જોઈને તમને બાળકના યોગ્ય ઘડતર અંગેની વાત વધારે જરુરી લાગશે. જોજો તમારા બાળક પણ ભવિષ્યમાં આવું ન કરે.
વાયરલ થઈ રહેલા વીડિયોના કેપ્શન પરથી જાણવા મળે છે કે, એક 15 વર્ષીય બાળક પાસે તેની માતા એ ફોન છીનવી લેતા, બાળકે પોતાની જાત પરથી કાબુ ગુમાવ્યો હતો. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક ઘરમાં સામાન એમ-તેમ ફેલાયેલો છે. રસોડામાં તમામ સામાન ચારે બાજુ તૂટેલો અને ફૂટેલો દેખાય છે. તેણે બેડરુમના સામાન સાથે પણ તોડફોડ કરી છે. હોલમાં બારીના કાચના ટૂકડા જોવા મળે છે. તેણે આખા ઘરની હાલાત એવી કરી નાંખી છે કે જાણે હાલમાં જ ત્યાં કોઈ ભૂકંપ આવ્યો હોય. એક મોબાઈલને કારણે તે નાના બાળકો તેના માતા-પિતાના હજારો રુપિયાનું નુકશાન કરી નાંખ્યુ હતુ.
घर पर ये तबाही 15 वर्षीय बच्चे ने मचाई क्योंकि उसकी माँ ने उसका मोबाइल फ़ोन ले लिया था. दृश्य देखकर स्पष्ट है कि माता-पिता के लिए आज की पीढ़ी को मोबाइल अडिक्शन से बचने एवं इमोशंस + एक्शन्स पर नियंत्रण रखने की सीख, परवरिश में देना कितना जरूरी है. pic.twitter.com/dAcFareSX7
— Dipanshu Kabra (@ipskabra) September 16, 2022
આ ધમાલનો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર દીપાંશુ કાબરા નામના વ્યક્તિના ટ્વિટર હેન્ડલ પરથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને સોશિયલ મીડિયા યુઝર ખુબ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર આ વીડિયોને શેર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, આ બાળકે મને મારા બાળપણના દિવસો યાદ આપાવી દીધા. બીજા એક યુઝરે લખ્યુ છે કે, બાળકો સાથે કોઈ દિવસ આવા કામ ન કરવા, આજકાલના બાળકો ખુબ ખતરનાક થઈ ગયા છે. તેમનાથી દૂર રહેવું જ સારું.