Watermelons in Water in Pushpa Style: આ દુનિયામાં જેટલી પણ શોધ થઈ છે તે માણસના મગજમાં આવેલા અદ્દભુત વિચારને કારણે થયુ છે. ફિલ્મોમાં પણ તમે આવા અનોખી સ્ટાઈલ અને અલગ શોધ વિશે જોયુ હશે. સોશિયલ મીડિયા પર પણ દેશી જુગાડના અનોખા વીડિયો વાયરલ થતા હોય છે. હાલમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થઈ રહ્યો છે, જે તમને પુષ્પા ફિલ્મની યાદ અપાવશે.
સુપરસ્ટાર અલ્લૂ અર્જુનની ફિલ્મા પુષ્પામાં જ્યારે પોલીસની રેડ પડે છે તે સમયે ચંદનના લાકડાને બચાવવા માટે તેને નદીના વહેતા પાણીમાં નાંખી લક્ષ્ય પર એકઠા કરવામાં છે. ફિલ્મનો આ સીન સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયો હતો. લોકોને આ સીન ખુબ પસંદ પણ આવ્યો હતો.
હાલમાં આ જ સીનની યાદ આપવતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, રસ્તા કિનારે સાફ પાણીમાં મોટી સંખ્યામાં તરબૂચ એક જગ્યાથી બીજી જગ્યાએ જઈ રહ્યા છે. ખેતરમાંથી પાણીની મદદથી આ તરબૂચને ટ્રાન્સફર કરવામાં આવી રહ્યા છે. તે પાણીમાં વહીને છેલ્લે પ્લાન્ટ સુધી પહોંચે છે.
આ વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર @pazandatv નામના એકાઉન્ટ પરથી શેયર કરવામાં આવ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર રીતે વાયરલ થયો છે. સોશિયલ મીડિયા યુઝર આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યુ છે , આ તો પુષ્પાની સ્ટાઈલ છે. અન્ય એક યુઝરે લખ્યુ છે કે, કેટલા તેજસ્વી લોકો છે આ ધરતી પર. આવી અનેક રમૂજી પ્રતિક્રિયા આ વીડિયો પર જોવા મળી છે.