Viral Video: મદનિયું બાળકની જેમ જ બોલ સાથે મસ્તી કરતું જોવા મળ્યું, યુઝર્સ બોલ્યા- ‘વાહ શું વાત છે’

|

Mar 25, 2023 | 6:24 PM

શું તમે જાણો છો કે પ્રાણીઓ પણ માણસોની જેમ ખૂબ જ મસ્તી કરતા હોય છે, જ્યારે પણ તેમને મોકો મળે છે ત્યારે તેઓ પોતાની મસ્તી-મજા શરૂ કરી દેતા હોય છે. આ અહેવાલમાં એક હાથીનો વીડિયો સામે આવ્યો છે. જ્યાં હાથીનું બચ્ચુ એક બાળકની જેમ બોલ સાથે મસ્તી કરતો જોવા મળે છે.

Viral Video: મદનિયું બાળકની જેમ જ બોલ સાથે મસ્તી કરતું જોવા મળ્યું, યુઝર્સ બોલ્યા- વાહ શું વાત છે

Follow us on

જાનવરોને લગતા વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થતા રહે છે, કારણ કે લોકો આ વીડિયોને માત્ર જોઈને જ આનંદ લેતા નથી, પરંતુ આવા વીડિયોને યુઝર્સ તેમના મિત્રો અને સંબંધીઓ સાથે પણ શેર કરે છે. એક સમય હતો જ્યારે જાનવરોના જીવન અને તેમની દિનચર્ચા વિશે જાણવા માટે લોકોને ટીવી પર આધાર રાખવો પડતો હતો, પરંતુ હવે યુગ સંપૂર્ણપણે બદલાઈ ગયો છે, હવે લોકો સોશિયલ મીડિયા પર એક્ટિવ રહીને બધુ જાણી શકે છે. ખાસ કરીને પ્રાણીઓના વીડિયોની જ વાત કરીએ તો આવા વીડિયો મનને તાજગી આપે છે. આ અહેવાલમાં એક હાથીના બચ્ચાનો વીડિયો સામે આવ્યો છે. જેને જોયા પછી તમારો દિવસ ચોક્કસ સુધરી જશે. ટ્રેન્ડિંગ ન્યુઝ અહીં વાંચો.

જોકે હાથીની ગણતરી વિશ્વના સૌથી વજનદાર પ્રાણીઓમાં થાય છે, પરંતુ કેટલીકવાર તેઓ બાળકો જેવું વર્તન કરવા લાગે છે. તમને આ વાત સાંભળવામાં અજીબ લાગશે પણ આ વાત બિલકુલ સાચી છે. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક હાથીનું બચ્ચું રંગીન બાસ્કેટ બોલ સાથે રમતું જોવા મળે છે. વીડિયોમાં હાથીનું બચ્ચું ખૂબ જ ઉર્જાવાન દેખાય છે. એક વાત ચોક્કસ છે કે આ ક્લિપ જોયા પછી તમને તમારું બાળપણ યાદ આવશે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

 

વીડિયોમાં તમે જોઈ શકો છો કે હાથીનું બચ્ચું, બાળકની જેમ બાસ્કેટ બોલ સાથે રમતું જોવા મળે છે. ક્યારેક તે પોતાના પગ વડે બોલને લાત મારે છે અને ક્યારેક તે ઝડપથી તેની પાછળ દોડે છે. એક સમય એવો આવે છે જ્યારે બોલની પાછળ જતાં તે પડી જાય છે, પરંતુ તે હિંમત હારતો નથી અને ફરીથી ઉભો થઈને રમવા લાગે છે અને પોતાની રમત ચાલુ રાખે છે.

આ વીડિયો Buitengebieden નામના લોકપ્રિય ટ્વિટર એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે. જેને સમાચાર લખાય ત્યાં સુધી નવ લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે અને આ વીડિયો પર કોમેન્ટ કરીને તેમની પ્રતિક્રિયાઓ આપવામાં આવી રહી છે. એક યુઝરે આના પર કમેન્ટ કરીને લખ્યું કે, ‘એક મોટો બોલ તેની સાથે રમવા માટે કેવો હશે.’ જ્યારે અન્ય એક યુઝરે લખ્યું, તેને આ રીતે રમતા જોઈને મને મારું બાળપણ યાદ આવી ગયું. ,

Next Article