Viral Video : 2 ઊંટની રસ્તા વચ્ચે થઈ બબાલ, ગરદન પકડી પકડીને એકબીજાને ધોઈ કાઢયા

બબાલ માત્ર માણસો વચ્ચે જ નહીં પણ જાનવરો વચ્ચે પણ થતી હોય છે. સોશિયલ મીડિયા યુઝર્સને આવા વીડિયોથી પણ ખુબ મનોરંજન મળતું હોય છે. હાલમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral) થઈ રહ્યો છે.

Viral Video : 2 ઊંટની રસ્તા વચ્ચે થઈ બબાલ, ગરદન પકડી પકડીને એકબીજાને ધોઈ કાઢયા
Viral Video
| Edited By: | Updated on: Jun 18, 2023 | 5:35 PM

Funny Video :  સોશિયલ મીડિયા પર રોજ હજારો વીડિયો વાયરલ થતા રહે છે. આ વીડિયોમાં માણસો અને જાનવરોના અજબ-ગજબના વીડિયો પણ ખુબ વાયરલ થતા રહે છે. કેટલીકવાર માણસો વચ્ચે ભયંકર બબાલ થતી હોય છે. આવી બબાલ માત્ર માણસો વચ્ચે જ નહીં પણ જાનવરો વચ્ચે પણ થતી હોય છે. સોશિયલ મીડિયા યુઝર્સને આવા વીડિયોથી પણ ખુબ મનોરંજન મળતું હોય છે. હાલમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral) થઈ રહ્યો છે.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં 2 ઊંટ જોવા મળી રહ્યા છે. બંને ઊંટ ખતરનાક તડકામાં રસ્ત વચ્ચે લડાઈ કરી રહ્યા છે. બંને ઊંટ પોતાની ગરદન અને મોંઢાથી એકબીજાને મારતા જોવા મળી રહ્યા છે. કેટલીકવાર તેઓ પોતાનો બચાવ કરતા પણ જોવા મળે છે. આ બંને ઊંટો વચ્ચે કઈ વાતને લઈને બબાલ થઈ તે જાણવા નથી મળ્યું પણ આ વીડિયો સોશિયલ મીડિયા યુઝર્સને ખુબ મનોરંજન આપી રહ્યો છે.

આ પણ વાંચો : Viral Video : હવામાં હજારો ફૂટ પર લટકતા પ્લેટફોર્મ પર સાઈકલસવારે કર્યો સ્ટંટ, Video જોયા પછી લાગશે ડર

આ રહ્યો એ વાયરલ વીડિયો

 

આ વાયરલ વીડિયો અલગ અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી વર્ષોથી શેર થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. ઘણા સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયો જોઈને ચોંકી ગયા હતા.

એક સોશિયલ મીડિયા યુઝરે આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે,બાપ રે બાપ. બીજા સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, હવે તો જાનવરો પણ માણસો જેવી હરકતો કરે છે. અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, શું મજા આવે છે બબાલ કરવામાં ? આવી અનેક પ્રતિક્રિયા આ વીડિયો પર જોવા મળી હતી.

આ પણ વાંચો : Viral Video: ચિત્તાના પરિવાર માટે થંભી ગયો ટ્રાફિક, રસ્તા વચ્ચે કરી માણસો જેવી હરકતો

વાયરલ અને ટ્રેન્ડિંગના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો