વાયરલ વીડિયો : કાચબા એ કાચીંડાઓને પીઠ પર બેસાડીને ફેરવ્યા, લોકો એ કહ્યુ- આ સાચી દોસ્તી

સોશિયલ મીડિયા પર પ્રાણી, પક્ષી અને જીવજંતુના પણ અનેક વીડિયો વાયરલ થતા હોય છે. તે વીડિયો પરથી ઘણીવાર લોકોને બોધપાઠ પણ મળે છે. હાલમાં કાચબા અને કાચીંડાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ (Viral Video) થયો છે.

વાયરલ વીડિયો : કાચબા એ કાચીંડાઓને પીઠ પર બેસાડીને ફેરવ્યા, લોકો એ કહ્યુ- આ સાચી દોસ્તી
Viral Video
Image Credit source: Instagram
| Edited By: | Updated on: Oct 07, 2022 | 6:37 PM

Trending Video : આજના સમયમાં નાના બાળકોથી લઈને વડીલો સુધી તમામ લોકોમાં સોશિયલ મીડિયાનો ભારે ક્રેઝ જોવા મળે છે. સોશિયલ મીડિયા પર મજેદાર, ચોંકાવનારા અને રમૂજી એ દરેક પ્રકારના વીડિયો વાયરલ થયા હોય છે. સોશિયલ મીડિયા યુઝર્સને આવા મજેદાર વાયરલ વીડિયોને કારણે ખુબ મનોરંજન મળે છે. સોશિયલ મીડિયા પર પ્રાણી, પક્ષી અને જીવજંતુના પણ અનેક વીડિયો વાયરલ થતા હોય છે. તે વીડિયો પરથી ઘણીવાર લોકોને બોધપાઠ પણ મળે છે. હાલમાં કાચબા અને કાચીંડાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ (Viral Video) થયો છે.

દરેક વ્યક્તિના જીવનમાં તેનો મિત્ર ખુબ મહત્ત્વનો વ્યક્તિ હોય છે. તેના વગર જીવન ખાલી લાગે છે. આપણે જ્યારે મુશ્કેલીમાં હોઈએ છે ત્યારે મિત્ર જ હોય છે જે આપણી મદદ કરે છે. આ વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક કાચબો અને બે કાચીંડા જોવા મળી રહ્યા છે. નાના અને મોટા બે કાચીંડા, એક કાચબાની પીઠ પર બેસીને તેની સવારી કરતા જોવા મળી રહ્યા છે. કાચબો તેના સ્વભાવ પ્રમાણે ધીરેધીરે ચાલે છે અને મંજિલનો આનંદ લે છે. આ દ્રશ્ય જોઈ લોકો તેમને એકબીજાના મિત્ર માની રહ્યા છે.

આ રહ્યો એ વાયરલ વીડિયો

 

આ મજેદાર વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર wildsofplanet નામના એકાઉન્ટ પરથી શેયર કરવામાં આવ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયો છે. હજારો લોકોએ આ વીડિયો જોયો છે. સોશિયલ મીડિયા યુઝર આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યુ છે કે, દોસ્તી કઈ રીતે નીભાવવી તે પ્રાણીઓથી શીખવુ જોઈએ. બીજા એક યુઝરે લખ્યુ છે કે, આ વીડિયો જોઈ મારુ દિલ ખુશ થઈ ગયુ. આવી અનેક પ્રતિક્રિયા આ વીડિયો પર જોવા મળી.