Viral Video : પાણીમાં રમતા ન્હાતા જોવા મળ્યા વાઘ, સોશિયલ મીડિયામાં તેમની મસ્તીનો વીડિયો વાયરલ

આ વીડિયોને આઇએફએસ અધિકારી સુધા રમને ટ્વીટર પર શેયર કર્યો છે. તેમણે સફારી ઓપરેટર અને ફોટોગ્રાફર આદિત્ય ડિકી સિંહની પોસ્ટને રી-પોસ્ટ કરી છે.

Viral Video : પાણીમાં રમતા ન્હાતા જોવા મળ્યા વાઘ, સોશિયલ મીડિયામાં તેમની મસ્તીનો વીડિયો વાયરલ
Tigers seen swimming in water
| Edited By: | Updated on: Jul 31, 2021 | 11:07 PM

સોશિયલ મીડિયા પર પ્રાણીઓની લાખો તસવીરો અને વીડિયો છે. વાઇલ્ડ લાઇફમાં રસ ધરાવનાર લોકો તો જંગલોમાં સમય વિતાવે છે કે જેથી તેમને કોઇ પરફેક્ટ ફોટોગ્રાફ અથવા તો કોઇ સારો વીડિયો મળી જાય. તેવામાં હાલ ન્હાતા વાઘનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

વાયરલ વીડિયોમાં કેટલાક વાઘ એક તળાવની આસપાસ જોવા મળી રહ્યા છે. બાકીના વાઘ તળાવની આસપાસ ફરી રહ્યા છે. જ્યારે એક વાઘ પાણીની અંદર ડૂબકી મારી રહ્યો છે. બાકીના વાઘ તેને પાણીમાં મજા કરતા જોઇ રહ્યા છે. 2 મિનિટ અને 7 સેકન્ડના આ વીડિયોમાં છેલ્લે તમે વાઘને એકબીજા સાથે મસ્તી કરતા તેમજ રમતા જોઇ શક્શો. આ વીડિયો તમારો મૂડ સુધારવા માટે પૂરતો છે.

 

આ વીડિયોને આઇએફએસ અધિકારી સુધા રમને ટ્વીટર પર શેયર કર્યો છે. તેમણે સફારી ઓપરેટર અને ફોટોગ્રાફર આદિત્ય ડિકી સિંહની પોસ્ટને રી-પોસ્ટ કરી છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો લોકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. લોકો ફક્ત આ વીડિયોને શેયર જ નથી કરી રહ્યા. પરંતુ તેના પર વિવિધ પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યાં છે.

 

આ પણ વાંચો – Cyber Attack: મહામારી દરમિયાન સાયબર એટેકના કેસ વધ્યા, ભારતની એક કંપની પર અઠવાડિયામાં 1,738 વાર એટેક

આ પણ વાંચો – AMRELI : હેલિકોપ્ટર, નાના વિમાન-એર એમ્બ્યુલન્સનું ઉત્પાદન થશે, રાજ્ય સરકારે ખાનગી કંપની સાથે MOU કર્યા