Viral Video : પોતાના માલિકના સ્ટેપ્સ કોપી કરીને ખૂબ નાચ્યો આ મરઘો, તમે પણ જુઓ તેનો ડાન્સ

આ મરઘો પોતાની સામે ઉભા રહેલા માલિકને ઉછળતા નાચતા જોઇને તેની નકલ ઉતારવાનો પ્રયત્ન કરી રહ્યો છે. આ મરઘો તેની સામે નાચતા વ્યક્તિના સ્ટેપ્સને બરાબર કોપી કરે છે.

Viral Video : પોતાના માલિકના સ્ટેપ્સ કોપી કરીને ખૂબ નાચ્યો આ મરઘો, તમે પણ જુઓ તેનો ડાન્સ
Viral video of cock dancing
| Edited By: | Updated on: Aug 20, 2021 | 9:21 AM

સોશિયલ મીડિયા પર રોજ કોઇને કોઇ વીડિયો વાયરલ થતો હોય છે. કેટલાક વીડિયો એવા હોય છે જે લોકોને હસાવી હસાવીને લોટપોટ કરી દે તો કેટલાક વીડિયો લોકોને વિચારવા પર મજબૂર કરી દે છે. હાલ એક એવો જ વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં એક મરધો જોવા મળી રહ્યા છે. પરંતુ એવુ તો શું છે વીડિયોમાં કે લોકો તેને ખૂબ શેયર કરી રહ્યા છે.

એનિમલ લવર્સ ઇન્ટરનેટ પર પ્રાણીઓને લગતા વીડિયોઝ અને ફોટોઝ શોધતા હોય છે. આપણે હમણાં સુધી કેટલાક અતરંગી વીડિયોઝ જોયા હશે કે જેમાં કુતરા, બિલાડીઓ કે વાંદરાઓ ડાન્સ કરતા હોય અથવા તો કઇ એવી હરકત કરતા હોય જેને જોઇને બધા ચોંકી ઉઠે. પરંતુ આજે અમે તમારા માટે જે વીડિયો લઇને આવ્યા છીએ તેમાં એક મરઘો ડાન્સ કરી રહ્યા છે. જી હાં, આ મરઘો તેની સામે ઉછળી રહેલા વ્યક્તિને જોઇને તેની નકલ ઉતારી રહ્યો છે.

વીડિયોમાં તમે જોયુ કે કઇ રીતે આ મરઘો પોતાની સામે ઉભા રહેલા માલિકને ઉછળતા નાચતા જોઇને તેની નકલ ઉતારવાનો પ્રયત્ન કરી રહ્યો છે. આ મરઘો તેની સામે નાચતા વ્યક્તિના સ્ટેપ્સને બરાબર કોપી કરે છે. ત્યાં હાજર લોકોને મરઘાની આ હરકત ખૂબ પસંદ આવે છે. તો તમે પણ જુઓ કે કઇ રીતે આ મરઘો ડાન્સ કરી રહ્યો છે.

 

ઇન્સ્ટાગ્રામ પર આ વીડિયો hepgul5 નામના એકાઉન્ટ પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો લોકોને ખૂબ પસંદ આવી રહ્યો છે. લોકો ફક્ત તેને શેયર જ નથી કરી રહ્યા પરંતુ તેના પર પોતાના વિવિધ પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે. મોટેભાગના લોકોનું કહેવું છે કે તેમણે મરઘાને આ રીતે નાચતા પહેલી વાર જોયો છે. આ વીડિયો જોઇને તમે પણ પોતાના પર કંટ્રોલ નહી કરો અને પેટ પકડીને હસી જશો.

ઇન્ટરનેટના યુગમાં કોઇ પણ વીડિયો કે કન્ટેન્ટને વાયરલ થતા વાર નથી લાગતી. અપલોડ થતા જ કેટલાક વીડિયો પર થોડા જ સમયમાં લાખો વ્યૂઝ આવી જાય છે. કેટલાક જાનવરોની તો તેમના માલિકોએ ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પણ બનાવી છે તો કેટલાક લોકોએ તેમના ફેસબુક પેજ ક્રિએટ કર્યા છે જેના પર લાખો, કરોડો ફોલોવર્સ હોય છે.

આ પણ વાંચો –

Afghanistan: તાલિબાન શાસનમાં ક્રિકેટને લઇને રાહતના સમાચાર, આગામી મહિને અફઘાનિસ્તાન શ્રીલંકામાં વન ડે સિરીઝ રમશે

આ પણ વાંચો-

Maharashtra : ઉદ્ધવ સરકારે ભાજપની જન આશીર્વાદ યાત્રા અંગે અપનાવ્યું કડક વલણ, કોવિડ નિયમોના ઉલ્લંઘનની સાત FIR દાખલ