Viral video: અહો આશ્ચર્યમ્! એક સાથે બંને હાથ વડે 11 રીતે લખે છે આ છોકરી, જુઓ Unic Talent video

|

Feb 06, 2023 | 9:59 PM

Lady 'Virus' Aadi Swaroopa:  મેંગલોરની રહેવાસી આદી સ્વરૂપા હાલમાં પોતાની અનોખી પ્રતિભાને કારણે સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે. જેણે પણ આ વીડિયો જોયો તે લોકો દંગ રહી ગયા હતા કે આ પ્રકારનું કૌશલ્ય કેવી રીતે વિકસી શકે છે 

Viral video: અહો આશ્ચર્યમ્! એક સાથે બંને હાથ વડે 11 રીતે લખે છે આ છોકરી, જુઓ Unic Talent video
Adi swaroopa viral video
Image Credit source: Twitter @Ravi Karkara

Follow us on

હાલમાં એક એવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જે જોઇને તમને  ફિલ્મ  3 ઇડિયટ યાદ આવી જશે. ફિલ્મ ‘3 ઈડિયટ્સ’માં અભિનેતા બોમન ઈરાનીનું પાત્ર ડૉ. વીરુ સહસ્ત્રબુદ્ધે ઉર્ફે વાઈરસ યાદ જ હશે, જે એક જ સમયે બંને હાથ વડે લખતા હતા. પરંતુ જે છોકરીનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે તેને જોઈને લોકો કહી રહ્યા છે- ‘યે તો વાયરસ કી ભી બાપ નિકલી.’ નહીં, બે નહીં પરંતુ 11 રીતે લખી શકે છે. વિશ્વાસ ન આવતો હોય તો જુઓ આ વીડિયો.

આદિ સ્વરૂપા નામની આ છોકરી મેંગલુરુની રહેવાસી છે, જે હાલમાં પોતાની અનોખી પ્રતિભાથી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. તમે એક જ સમયે બંને હાથ વડે લખતી ઘણી પ્રતિભાઓ વિશે સાંભળ્યું હશે, પરંતુ આદિ સ્વરૂપા અલગ છે. તે એક જ સમયે બંને હાથ વડે 11 અલગ અલગ રીતે લખી શકે છે અને તમને નવાઈ લાગશે પરંતુ આ છોકરી એટેલે કે આદિ સ્વરૂપા આંખ ઉપર  પાટા બાંધીને પણ ખૂબ સારું લખે છે. હવે આ ક્લિપ જોયા બાદ સોશિયલ મીડિયાના લોકો આદિ સ્વરૂપાની અનોખી પ્રતિભાના વખાણ કરી રહ્યા છે.

શરીરમાં આવે છે વારંવાર સોજા ? તો આ 5 ટેસ્ટ કરાવો
પનોતી હોય તો લોકોમાં દેખાય છે આ 5 લક્ષણો
Refrigerator Tips: ફ્રિજમાંથી આવે છે કટ-કટનો અવાજ? તો આ રીતે મીનિટોમાં કરો ઠીક
Hair tips : વાળના વિકાસ માટે કયું Oil સારું? બદામનું કે કોકોનટનું
ગાયે પોલીથીન ખાધી છે કે નહીં ? આ રીતે જાણો
No Muslim Country : દુનિયાનો એવો દેશ જ્યાં એક પણ મુસ્લિમ નથી!

 

ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં  પણ આદિ સ્વરૂપાની નોંધ

આદિ સ્વરૂપાએ તેની અદભૂત દ્રશ્ય યાદશક્તિ માટે ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં પણ સ્થાન મેળવ્યું છે. કૃપા કરીને જણાવો કે આદિ સ્વરૂપા એક જ સમયે અંગ્રેજી અને કન્નડ બંને લખે છે. આ પ્રતિભા માટે તેના નામે ઘણા રેકોર્ડ પણ નોંધાયેલા છે. આ કૌશલ્યને Ambidexterity કહેવાય છે.

@ravikakarara નામના યૂઝરે તેનો આ વીડિયો ટ્વિટર પર શેર કર્યો છે, જેને જોઈને બધા દંગ રહી ગયા છે. આ વીડિયોને અત્યાર સુધીમાં લગભગ 2 લાખ વખત જોવામાં આવ્યો છે, જ્યારે લગભગ 10 હજાર લોકોએ તેને લાઈક કર્યો છે. આ સિવાય લોકો કમેન્ટ્સ અને જોરદાર શેર પણ કરી રહ્યા છે.

Next Article