Viral Video: લગ્નની મેહંદીમાં આ કન્યાએ બનાવડાવ્યો કૂતરાનો ચહેરો, જાણો તેની પાછળનું કારણ

લગ્નમાં કન્યાની હાથની મહેંદીનું ખુબ મહત્વ હોય છે. હાલમાં એક કન્યાના હાથની મહેંદીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થઈ રહ્યો છે.

Viral Video: લગ્નની મેહંદીમાં આ કન્યાએ બનાવડાવ્યો કૂતરાનો ચહેરો, જાણો તેની પાછળનું કારણ
Viral Video
Image Credit source: Instagram
| Edited By: | Updated on: Jul 24, 2022 | 5:57 PM

ભારતમાં લગ્નને ઉત્સવની જેમ ઉજવવામાં આવે છે. સંગીત, ડાન્સ, શણગાર, સંબંધીઓ સાથે મુલાકાત, રંગબેરંગી કપડા, વરઘોડો અને અને મહેંદી એ લગ્નના મૂળ આકર્ષણ હોય છે. સોશિયલ મીડિયા પર લગ્નને લગતા અનેક વીડિયો વાયરલ (Wedding Viral Video) થતા હોય છે. મહેંદીએ દુલ્હનના શણગારનો જ એક ભાગ હોય છે. મહેંદી દુલ્હનના લુકને વધારે સુંદર બનાવે છે. હાલમાં આવી જ એક સુંદર મહેંદીનો વીડિયો વાયરલ (Viral Video) થયો છે. આ મહેંદીને જોઈને લોકો આશ્વર્યચકિત થયા છે. આ મહેંદીમાં કઈ એવું છે કે જેને જોઈ સૌ ચકિત રહી ગયા છે.

આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે આ દુલ્હને પોતાના લગ્નની મહેંદી હાથો પર લગાવી છે અને તેમા એક કૂતરાનો ચેહરો છે. આ દુલ્હનનું નામ જસવીર કૌર છે. તે અમેરિકામાં રહે છે અને ભારતીય મૂળની છે. તમે જણાવી દઈએ કે આ મહેંદીમાં તેણે પોતાના પાળેલા કૂતરાનો ચહેરો બનાવ્યો છે. તે પાળેલો કૂતરો હવે આ દુનિયામાં નથી. તે તેના કૂતરાને ખુબ પ્રેમ કરતી હતી, તેથી તેને યાદ કરીને તેણે પોતાની મહેંદીમાં તેનો ચહેરો બનાવ્યો હતો.

આ પણ વાંચો

આ રહ્યો એ વાયરલ વીડિયો

લોસ એન્જેલિસમાં રહેતી નેહા અસ્સારે આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે, તે મહેંદી આર્ટિસ્ટ છે. તેણે જસવીર કૌરના હાથ પર આ સુંદર મહેંદી બનાવી હતી. તેણે કેપ્શનમાં જણાવ્યું છે કે, તે એપ્રિલ મહિનામાં અમેરિકા ગઈ હતી, જ્યાં તેણે જસવીર કૌરના હાથ પર મહેંદી લગાવી હતી. મહેંદીમાં તેણે પોતાના હાથ પર બનાવેલ તેના મૃત કૂતરાનો ચહેરો પણ બનાવ્યો હતો, જે તેના હૃદયની ખૂબ નજીક હતો. આ સિવાય તેણે પોતાના હાથ પર બીજી ઘણી વસ્તુઓ બનાવી છે, જેમાં નારુટોનો લોગો, રોયલ ગોર્જમાં ટ્રેન ફોટો, હાઈસ્કૂલનો માસ્કોટ, કમળનું ફૂલ અને દિવંગત બાસ્કેટબોલ ખેલાડી કોબે બ્રાયન્ટનું ચિહ્ન સામેલ છે.