
Sloth Viral Video: સોશિયલ મીડિયા પર ક્યારેક ક્યારેક એવા વીડિયો પણ જોવા મળે છે, જેને જોઈને પોતાની જ આંખો પર વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ જાય છે. હાલમાં આવો જ એક વીડિયો સામે આવ્યો છે જેમાં એક પ્રાણીએ એવું કરામત કરી છે કે તેને જોઈને લોકો કહી રહ્યા છે કે આમણે તો ગુરુત્વાકર્ષણના નિયમને જ માત આપી દીધી. કેટલાકે તો એવું પણ કહ્યું કે આ અભિનેતા જેકી ચેનનુ પાલતુ પ્રાણી હોઈ શકે છે. આવો જોઈએ આ વીડિયોમાં આખરે એવુ શું છે. જેણે લોકોના હોશ ઉડાવી દીધા છે.
માત્ર થોડીક સેકન્ડની આ ક્લિપએ લોકોનુ મગજ ચકરાવે ચડાવી દીધુ છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક પ્રાણી ઝાડ પર તેના પગના જોરે લટકી રહ્યું છે, તે પણ 180 ડિગ્રીમાં. આ સ્થિતિમાં લાંબા સમય સુધી કોઈના પણ માટે રહેવુ આસાન નથી. પરંતુ આ પ્રાણી લાંબા સમય સુધી આ જ મુદ્રામાં આરામથી પોતાના બચ્ચાને પણ ખોળામાં સુવડાવી પોતે પણ સુતુ જોવા મળી રહ્યુ છે. વાયરલ ક્લિપમાં દેખાતા પ્રાણીનું નામ સ્લોથ છે. , જે દક્ષિણ અને મધ્ય અમેરિકામાં જોવા મળતા શાકાહારી સસ્તન પ્રાણી છે. તે તેની ધીમી ગતિની ચાલ માટે વિશ્વમાં જાણીતુ છે. તેને સૌથી આળસુ પ્રાણી પણ કહેવામાં આવે છે.
અહીં જુઓ પ્રાણીનો વીડિયો
This mother must be yoga expert…. pic.twitter.com/BjERBj2O2q
— Dr.Samrat Gowda IFS (@IfsSamrat) January 16, 2023
ટ્વિટર પર આ વીડિયો IFS ડૉ. સમ્રાટ ગૌડાએ શેર કર્યો છે. આ સાથે તેણે કેપ્શન આપ્યું છે કે, આ માતા યોગ નિષ્ણાત હોવી જોઈએ. ટ્વિટર યુઝર્સ આ 16 સેકન્ડની ક્લિપને વારંવાર જોઈ રહ્યા છે. વીડિયોને અત્યાર સુધીમાં 21 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે લોકોએ લાઈક્સનો વરસાદ પણ કર્યો છે. આ સિવાય લોકો વીડિયો પર સતત પોતાની પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે.
એક યુઝરે લખ્યું છે કે, તે જેકી ચેનનો પાલતુ હોવો જોઈએ. ત્યારે અન્ય એક યુઝરે લખ્યુ છે કે તેના પગમાં કેટલી તાકાત છે. અન્ય યુઝર કહે છે કે, આ માતા પોતાના બાળક સાથે સુપર આઉટડોર કેમ્પનો આનંદ માણી રહી છે. અન્ય એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યું કે, તે સોફા કમ બેડ જેવું લાગે છે.