સોશિયલ મીડિયામાં (Social Media) રોજ ઘણા વીડિયો વાયરલ (Viral Video) થતા હોય છે. ઇન્ટરનેટની દુનિયામાં કોઇ પણ નવા કન્ટેન્ટને વાયરલ થતા જરા પણ વાર નથી લાગતી. વાયરલ થતા આવા વીડિયોને જોઇને ક્યારે તમે ભાવુક થાવ છો તો કેટલાક વીડિયો એવા હોય છે જેને જોઇને તમે હસી હસીને લોટપોટ થઇ જાવ છો. હાલમાં એવો જ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેને જોઇને તમે ચોંકી પણ જશો અને તમારા ચહેરા પર સ્મિત પણ આવી જશે.
ભારતીયો જ્યાં પણ જાય છે ત્યાંના લોકો પર પોતાનો રંગ લગાવી દે છે. હાલના વીડિયોમાં પણ કઇંક એવું જ જોવા મળી રહ્યુ છે. વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં એક અમેરિકન મહિલા ગુજરાતીમાં રોટલો બનાવવાની રેસિપી જણાવી રહી છે. જો કે ચોંકાવનારી વાત તો એ છે કે આ વિદેશી મહિલા એવી રીતે ગુજરાતી બોલી રહી છે જેને સાંભળીને તમને લાગે કે આ તો કોઇ અમદાવાદ અથવા તો મહેસાણાની વ્યક્તિ બોલી રહી છે. તેની બોલવાની છટા પાક્કા ગુજરાતી જેવી જ છે.
આ વીડિયો અમેરિકાના એક સ્ટોરમાં ઉતારવામાં આવ્યો છે. જેમાં કેટલાક ગુજરાતી લોકો આ અમેરિકન મહિલા સાથે ગુજરાતીમાં વાત કરી રહ્યા છે. આ મહિલા રોટલો બનાવવાની રીત કહી રહી છે જેમાં તે બાજરીનો લોટ, પાણી, મીઠુ મીક્ષ કરીને તેનો લોટ બાંધીને રોટલો બનાવવાની વાત કરી રહી છે. જોકે ચોંકાવનારી વાત તો એ છે કે આ મહિલાને બધી ગુજરાતી વાનગીઓ બનાવતા આવડે છે. મહિલા કહે છે કે તેને શીરો, શાક, ભાખરી, કઢી, દાળ બધુ જ બનાવતા આવડે છે.
આ વીડિયો હાલમાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. સોશિયલ મીડિયા પર લોકો આ વીડિયો પર પોત પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. વીડિયોના અંતમાં મહિલા બોલે છે કે તેને રોટલા સાથે ઘી અને ગોળ ભાવે છે. સાથે જ જતા જતા તે આ ગુજરાતી લોકોને જય શ્રી ક્રિષ્ના પણ કહે છે.
આ પણ વાંચો –
આ પણ વાંચો –
આ પણ વાંચો –