Twitter viral video : પતંગ સાથે ઉડી ગયેલી બાળકીનો Video થઈ ગયો વાયરલ, જાણો શું છે હકીકત?

|

Jan 18, 2023 | 9:45 AM

Twitter viral video : આ નાની છોકરી લગભગ 30 સેકન્ડ સુધી પતંગની પૂંછડીને વળગીને હવામાં ઉડતી રહી હતી.  પછી પતંગ જયારે નીચેની તરફ આવે છે ત્યારે લોકો આ બાળકીને પકડી લે છે. વીડિયોમાં જોવા મળી રહ્યું  છે કે અતિશય પવન છે અને બાળકી પતંગની પૂછડી હોયો તેમ લટક્યા કરે છે.

Twitter viral video :  પતંગ સાથે ઉડી ગયેલી બાળકીનો Video થઈ ગયો વાયરલ, જાણો શું છે હકીકત?
Girl with kite viral video

Follow us on

15 જાન્યુઆરીએ આખા દેશમાં ઉતરાણનો તહેવાર ઉજવવામાં આવ્યો હતો. જોકે અમદાવાદમાં બની હોવાની ઘટના તરીકે એક વીડિયો વાયરલ થયો હતો જેમાં જોવા મળ્યું હતું કે એક મોટા પતંગ સાથે એક બાળકી ઉડી જાય છે અને આ રીતે બાળકીને ઉડી જતી જોઈને લોકોના શ્વાસ અધ્ધર થઈ જાય છે.  ઉતરાયણના તહેવાર દરમિયાન સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં એક બાળકી વિશાળ કદના પતંગ સાથે હવામાં ઉડતી જોઈ શકાય છે.

એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ તાજેતરનો વીડિયો ગુજરાતના અમદાવાદનો છે. જ્યાં 3 વર્ષની બાળકીએ પતંગ સાથે હવામાંઉડી ગઈ હતા. કેટલાય લોકોએ એવું અનુમાન કર્યું હતું કે આ વીડિયો અમદાવાદના પતંગોત્સવનો છે.  જોકે વીડિયો જોતા ખબર પડે છે કે આ વીડિયો અમદાવાદનો નથી.

વિશ્વના સૌથી ચમત્કારિક મંત્ર વિશે જાણી ચોંકી જશો, દેવરહા બાબાએ જણાવ્યો, જુઓ Video
IPL ઓક્શનમાં બિઝનેસ વુમન નીતા અંબાણીએ ખેંચ્યું લોકોનું ધ્યાન, જુઓ Video
શિયાળામાં મગફળી સાથે ગોળનું સેવન કરવાથી જાણો શું થાય છે ?
પગમાં કાળો દોરો કેમ ન બાંધવો જોઈએ? જ્યોતિષે આપ્યુ આ કારણ
Avocado Benifits : એવોકાડોમાં ક્યું વિટામીન હોય છે, એવોકાડો ખાવાના ફાયદા શું છે?
મહાયુતિ સરકારના ફેવરિટ છે આ સેક્ટર, આ શેર પર છે રોકાણકારોની નજર

અમદાવાદનો નહીં પરંતુ વાયરલ વીડિયો છે તાઇવાનનો

મીડિયામાં આવેલા અહેવાલ પ્રમાણે 30 ઓગસ્ટ, 2020નો આ વીડિયો તાઈવાનના સિંચુ શહેરનો છે. જ્યાં પતંગ મહોત્સવ દરમિયાન એક 3 વર્ષની બાળકી વિશાળ કદના પતંગ સાથે હવામાં ઉડી ગઈ હતી. આ નાની છોકરી લગભગ 30 સેકન્ડ સુધી પતંગની પૂંછડીને વળગીને હવામાં ઉડતી રહી હતી.  પછી પતંગ જયારે નીચેની તરફ આવે છે ત્યારે લોકો આ બાળકીને પકડી લે છે. વીડિયોમાં જોવા મળી રહ્યું  છે કે અતિશય પવન છે અને બાળકી પતંગની પૂછડી હોયો તેમ લટક્યા કરે છે. આ ઘટનામાં બાળકીને ગળા અને ચહેરા પર સામાન્ય ઈજાઓ થઈ હતી.

 

જોકે વાયરલ વીડિયોને લઈને સોશિયલ મીડિયા પર જે અમદાવાદનો વીડિયો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે તે ખોટો છે વીડિયો ભલે વાયરલ થયો હોય ,પરંતુ તે અમદાવાદનો નથી પરંતુ 2 વર્ષ જૂનો તાઈવાનનો વીડિયો છે.

Next Article