Viral Video: ક્રોધિત ગેંડાનું ભયાનક સ્વરુપ, ગેંડાનો ગુસ્સો જોઈ પ્રવાસીઓ ચીસો પાડવા લાગ્યા

|

Mar 29, 2023 | 6:13 PM

Rhino Attack Video: જંગલ સફારી દરમિયાન ગુસ્સે ભરાયેલો ગેંડા પ્રવાસીઓથી ભરેલી જીપનો પીછો કરે છે. જે બાદ પ્રવાસીઓની હાલત કફોડી બને છે. જોકે, આ દરમિયાન ડ્રાઈવર કોઈક રીતે વાહનને ત્યાંથી હટાવવામાં સફળ થાય છે.

Viral Video: ક્રોધિત ગેંડાનું ભયાનક સ્વરુપ, ગેંડાનો ગુસ્સો જોઈ પ્રવાસીઓ ચીસો પાડવા લાગ્યા

Follow us on

Rhino Attack Video: જો તમે વાસ્તવિક વન્યજીવનનો આનંદ માણવા માંગતા હોવ તો જંગલ સફારીથી સારો વિકલ્પ બીજો કોઈ હોઈ શકે નહીં. આમાં વન્ય પ્રાણીઓને ખૂબ નજીકથી જોવાનો મોકો મળે છે. પરંતુ જો, સફારી દરમિયાન, કોઈ વિકરાળ પ્રાણી તમારા વાહનની પાછળ પડી જાય તો? આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જેમાં ગુસ્સે ભરાયેલો ગેંડો પ્રવાસીઓની જીપ પાછળ દોડતો જોવા મળે છે, પછી શું, કારમાં બેઠેલા લોકોની હવા તંગ થઈ જાય છે. ટ્રેન્ડિંગ ન્યુઝ અહીં વાંચો.

રૂવાળા ઉભો કરી દેતો આ વીડિયો લેટેસ્ટ ક્રુગરે ઈન્સ્ટાગ્રામ પર શેયર કર્યો છે. યુઝરના જણાવ્યા અનુસાર આ ઘટના ત્યારે બની જ્યારે એનાસ્તાસિયા ચેપમેન તેના મિત્રો સાથે દક્ષિણ આફ્રિકાના ગ્રેટર ક્રુગર નેશનલ પાર્કમાં સફારી પર હતી. અનાસ્તાસિયાએ જણાવ્યું કે તે નજીકમાં એક સફેદ ગેંડાને ઘાસ ખાતા જોઈ રહી હતી, જ્યારે તે ગુસ્સે થઈ ગયો અને તેની જીપની પાછળ દોડ્યો. વાયરલ ક્લિપમાં ગેંડો આક્રમક રીતે વાહનનો પીછો કરતો જોઈ શકાય છે. એક જગ્યાએ ગેંડા વાહનની એકદમ નજીક આવી જતાં પ્રવાસીઓના શ્વાસ ગળામાં અટવાઈ જાય છે. આગળ શું થાય છે તે વીડિયોમાં તમે જ જોઈ લો.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

અનાસ્તાસિયાના કહેવા પ્રમાણે ગેંડાએ લગભગ એક કિલોમીટર સુધી તેની જીપનો પીછો કર્યો. આ કૃતજ્ઞતાની વાત છે કે કાર વિરુદ્ધ દિશામાં ન હતી, નહીંતર કંઈ પણ થઈ શક્યું હોત. વીડિયોમાં જોઈ શકાય છે કે જીપચાલક કાદવવાળા રસ્તાઓ પર પણ બને તેટલી ઝડપથી વાહન હંકારવાનો પ્રયાસ કરે છે.

આ પણ વાચો: ભૂકંપ આવ્યો ત્યારે પોતાનો જીવ બચાવવાને બદલે દારૂ બચાવતો જોવા મળ્યો દારૂડિયો, જુઓ Viral Video

ગાઈડે પ્રવાસીઓને કહ્યું કે ગેંડા તેમના ટોપ-5 સૌથી ખતરનાક પ્રાણીઓમાંથી એક છે. સફેદ ગેંડાનું વર્તન સામાન્ય ન હતું. પ્રવાસીઓ કહે છે કે એક ક્ષણ માટે અમને લાગ્યું કે તે અમારી કારને પલટી નાખશે. પરંતુ સદનસીબે અમે તેના હુમલામાંથી બચી ગયા.

મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતી સિનેમાટેલિવિઝનબોલિવૂડમૂવી રિવ્યુવેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

Next Article