વાયરલ વીડિયો : Mumbai Local Train માં બે મહિલાઓ વચ્ચે થઈ ભયંકર બબાલ, વાળ ખેંચીને માર્યા મુક્કા-લાત

Mumbai Local Train Viral Video : સોશિયલ મીડિયા પર હાલમાં મુંબઈ લોકલ ટ્રેનના કેટલાક વીડિયો વાયરલ થયા છે. આ વીડિયો ટ્રેનના મહિલા કોચના છે. તેમાં બે મહિલાઓ વચ્ચે ભયંકર બબાલ થતી જોઈ શકાય છે.

વાયરલ વીડિયો : Mumbai Local Train માં બે મહિલાઓ વચ્ચે થઈ ભયંકર બબાલ, વાળ ખેંચીને માર્યા મુક્કા-લાત
Terrible fight between two women in Mumbai Local Train
Image Credit source: Twitter
| Edited By: | Updated on: Oct 07, 2022 | 4:57 PM

Mumbai Local Train: મુંબઈ લોકલ ટ્રેનમાં રોજ હજારો યાત્રી સવારી કરીને પોતાના સ્થાન સુધી પહોંચે છે. આ ટ્રેનમાં લોકો પોતાની નોકરી પર જવા માટે રોજ અવરજવર કરતા હોય છે. લોકોની સંખ્યા એટલી વધારે હોય છે કે ઘણીવાર લોકો વચ્ચે ટ્રેનની સીટ કે અન્ય કારણોસર લડાઈ પણ થતી હોય છે. પણ સાથે સાથે લોકલ ટ્રેનમાં સફર કરતા કરતા જૂના ગીત ગાતા, ગરબા રમતા વીડિયો પણ ભૂતકાળમાં સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થયા છે. હાલમાં થાણે-પનવેલ લોકલ ટ્રેનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયોમાં બે મહિલા એકબીજા સાથે લડતા જોવા મળે છે અને બીજી મહિલાઓ તેમને રોકતા જોવા મળે છે.

જણાવી દઈએ કે આ મારામારીની ઘટના ટ્રેનની સીટ મામલે થઈ હતી. સીટ મામલે ટ્રેનમાં 3 મહિલાઓ વચ્ચે બોલાચાલી થઈ, જેમાંથી 2 મહિલાઓને એટલો ગુસ્સો આવ્યો કે વાત મારામારી સુધી પહોંચી ગઈ. એક પોલીસ અધિકારીએ જણાવ્યુ કે, એક વૃદ્ધ મહિલા અને તેની પૌત્રી ઠાણેથી લોકલ ટ્રેનમાં સફર કરી રહ્યા હતા.તેઓ એક સીટ ખાલી થવાની રાહ પણ જોઈ રહ્યા હતા. તેવામાં કોપરખેરણે સ્ટેશન પાસે જગ્યા ખાલી થતા, વૃદ્ધ મહિલાએ પોતાની પૌત્રીને તે સીટ પર બેસવા કહ્યુ, તેવામાં બીજી બે મહિલાઓ વચ્ચે પણ સીટ માટે ખેચતાણ થઈ. અને આ વાત મારામારી સુધી પહોંચી ગઈ. આ મારામારીને રોકવા આવેલી એક મહિલા અધિકારી આ ઘટના ઘાયલ થઈ છે.

આ રહ્યો એ ભયંકર બબાલનો વાયરલ વીડિયો

 

 

આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ પર ભારે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યુ છે કે – આ તો ખરેખર ભયંકર બબાલ છે. બીજા એક યુઝરે લખ્યુ છે કે – પુરુષોથી જરા શીખો સંપ કોને કહેવાય, આ શું નાના બાળકની જેમ લડો છો. અન્ય એક યુઝરે લખ્યુ છે કે – નાનકડી વાત માટે, પોતાનો દિવસ પણ ખરાબ કર્યો અને બીજા મહિલાઓનો પણ. આવી અનેક આક્રોશવાળી પ્રતિક્રિયા આ વીડિયો પર જોવા મળી હતી.