Shocking Video : ‘માણસ માત્ર ભૂલને પાત્ર’ આ પ્રખ્યાત કહેવત તો આપણે સૌ જાણીએ જ છે. મોટા પદ પર બેઠેલા સાહેબ હોય કે નાનો કર્મચારી, દરેક વ્યક્તિ પોતાના કામ દરમિયાન નાની ભૂલો કરતા જ હોય છે. આ દરેક ભૂલ પરથી વ્યક્તિ કઈકને કઈક શીખે છે અને ભવિષ્યમાં આવી ભૂલો ફરી ન થાય તેવો પ્રયત્ન કરે છે. પણ માણસ કરતા ઓછી બુદ્વિ ધરાવતા પ્રાણીઓ ભૂલ કરે તો શું કહેવુ ? જંગલી અને પાલતુ પ્રાણીઓ નાદાની અને ઓછી સમજશક્તિને કારણે ઘણી ભૂલો કરતા હોય છે જેને કારણે તેમને જ નુકશાન થાય છે. હાલમાં આવા જ કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થઈ રહ્યા છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રાણીઓને લગતા બે વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યા છે. એક વીડિયોમાં ટ્રક અને ગેંડા વચ્ચેની ટક્કર જોવા મળે છે. જ્યારે બીજા વીડિયોમાં મધમાખીઓના ત્રાસથી પરેશાન રીંછ જોવા મળે છે. સોશિયલ મીડિયા યુઝર આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. જુઓ આ વાયરલ વીડિયો.
Friends while driving through animal corridors, least we can do is caution.
Video is from Haldibari Animal Corridor in Assam. pic.twitter.com/pIEQU7yyIP— Parveen Kaswan, IFS (@ParveenKaswan) October 9, 2022
આ ભયાનક ટક્કરનો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર IFS Parveen Kaswan દ્વારા શેયર કરવામાં આવ્યો છે. વીડિયો પોસ્ટના કેપ્શન પરથી જાણવા મળે છે કે આ વીડિયો અસમના હલ્દીબારી એનિમલ કોરિડોરનો છે. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે એક ગેંડો અચાનક રસ્તા પરથી પસાર થાય છે ત્યારે જ સામેથી આવતી ટ્રકનો ડ્રાઈવર ગેંડાને બચાવવા માટે બ્રેક મારે છે. પણ તેમ છતા ટ્રક અને ગેંડા વચ્ચે ટક્કર થાય છે. જેમાં ગેંડો ઘાયલ થઈ જાય છે. તે બીજી વાર જમીન પર લથડતો પણ દેખાય છે. આ ટક્કરમાં ગેંડો ઘાયલ થયો હતો. રાહતની વાત એ છે કે આ ટક્કરમાં કોઈ જાનહાનિ થઈ ન હતી.
Bear breaking honey bee hive kanker Chhattisgarh pic.twitter.com/OMQCVeAy03
— Sanjiv Kumar Mehta (@Sanjivmehta28) October 10, 2022
રીંછનો આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પરથી શેયર કરવામાં આવ્યો છે. આ વાયરલ વીડિયો છત્તીસગઢનો છે. છત્તીસગઢના કાંકરેમાં એક પાણીની ટાંકી પર ઘણા બધા મધપૂડા જોઈને નજીકના જંગલમાંથી એક રીંછ ત્યાં આવી ચઢયો હતો. તે પાણીની ટાંકીના દાદરની નીચે મધમાખી દ્વારા બનાવેલા એક મધપૂડામાંથી મધ ખાવાનો પ્રયાસ કરે છે. પણ આ મધ ખાવાની ઈચ્છા તેને ભારે પડે છે. મધપૂડાને તોડવાનો પ્રયાસ કરતા રીંછ પર ઘણી બધી મધમાખી હુમલો કરે છે. જેને કારણે રીંછ હેરાન થઈને નીચે ઉતરી જાય છે. મધમાખીની ત્રાસથી બચવા માટે જંગલમાં પાછો જતો રહે છે.