Viral Video : જીવતા કરચલાને પળવારમાં ખાઈ ગઈ આ વિચિત્ર માછલી, લોકોએ કહ્યુ કે – આ માછલીના રુપમાં રાક્ષસ છે !

માછલીઓની વાત કરીએ તો ખુબ ઓછી માછલીઓ એવી છે જેને માણસો માટે ખતરનાક ઘણવામાં આવ છે. જેમ કે શાર્ક, પફર ફિશ, કૈટફિશ વગેરે. હાલમાં આવી જ એક ખતરનાક માછલીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થયો છે.

Viral Video : જીવતા કરચલાને પળવારમાં ખાઈ ગઈ આ વિચિત્ર માછલી, લોકોએ કહ્યુ કે - આ માછલીના રુપમાં રાક્ષસ છે !
Viral Video
Image Credit source: Twitter
| Edited By: | Updated on: Sep 16, 2022 | 7:31 PM

Shocking Video : આપણી દુનિયા અલગ અલગ અને વિચિત્ર પ્રાણીઓથી ભરેલી છે. આ તમામ પ્રાણીઓ એકબીજાનો શિકાર કરની જીવનનું ગુજરાન ચલાવે છે. માંસાહારી પ્રાણી, શાકાહારી પ્રાણીઓનો શિકાર કરે છે તે જીવનચક્ર વિશે આપણે સ્કૂલમાં ભણ્યા જ છે. સમયે સમયે આપણને પ્રાણીઓના વિચિત્ર કારનામાં અને રહસ્યમ પ્રાણી વિશે જાણવા મળે જ છે. માછલીઓની વાત કરીએ તો ખુબ ઓછી માછલીઓ એવી છે જેને માણસો માટે ખતરનાક ઘણવામાં આવ છે. જેમ કે શાર્ક, પફર ફિશ, કૈટફિશ વગેરે. હાલમાં આવી જ એક ખતરનાક માછલીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થયો છે.

વાયરલ વીડિયોમાં એક વિચિત્ર દેખાવવાળી માછલી એક ફિશ ટેન્કમાં જોઈ શકાય છે. આ માછલીના શરીર પર વિચિત્ર આકૃતિઓ દેખાઈ રહી છે. તે ફિશ ટેન્કના પાણીમાં તરતી જોવા મળે છે. એક વ્યક્તિ તેને બહારથી એક કરચલો દેખાડે છે. તેને જોઈ તે માછલી તેની તરફ આગળ વધી પણ કાચને કારણે તેની પાસે જઈ ન શકી. તે વ્યક્તિ કરચલાને ફિશ ટેન્કમાં નાંખી દે છે અને તૈયારે જ એક વિચિત્ર ઘટના બને છે. સામાન્ય રીતે માછલી કરચલાને ખાતી નથી પણ આ વિચિત્ર માછલી જીવતા કરચલાને ગણતરીની સેકેન્ડમાં ખાઈ ગઈ. તેને જોઈને લાગી રહ્યુ હતુ કે, તે મહિનાથી ભૂખી છે.

આ રહ્યો એ વાયરલ વીડિયો

 

આ ચોંકાવનાકો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @natureisbruta1 નામની ટ્વિટર હેન્ડલ પરથી શેયર કરવામાં આવ્યો છે. આ વીડિયો માત્ર 41 સેકેન્ડનો છે, પણ આ વીડિયોમાં બનેલી ઘટનાને કારણે તેને લાખોની સંખ્યામાં વ્યૂઝ મળ્યા છે. હજારો સોશિલ મીડિયા યુઝરે આ વીડિયોને લાઈક-શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી છે. એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યુ છે કે, આ માછલી હોય જ ન શકે, તેનામાં આવી હિંમત કઈ રીતે આવી ? બીજા એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યુ છે કે, તે એક માછલીના રુપમાં રાક્ષસ છે.