તમે વરસાદમાં છત્રી લઈને ચાલતા ઘણા લોકોને જોયા હશે, પરંતુ શું તમે ક્યારેય છત્રી લઈને બસ ચલાવતા જોઈ છે. આ સમાચાર સાંભળીને તમને અજીબ લાગતું હશે, પરંતુ એવું બન્યું છે.
આ પણ વાંચો: કોર્ટમાં જજ સંભળાવવાના હતા ચુકાદો, અચાનક મહિલા કરવા લાગી નાગિન ડાન્સ, જુઓ Viral Video
સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક ડ્રાઈવર વરસાદથી બચવા માટે છત્રી લઈને બસ ચલાવી રહ્યો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે ડ્રાઈવર એક હાથે બસ ચલાવી રહ્યો છે જ્યારે બીજા હાથે છત્રી પકડીને ડ્રાયવિંગ કરી રહ્યો છે. આ વીડિયો વાયરલ થયા બાદ યુઝર્સે સતત કોમેન્ટ કરવાનું શરૂ કરી દીધું છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો આ વીડિયો મહારાષ્ટ્રના ગઢચિરોલીનો છે. ખરેખર, અહીં ભારે વરસાદને કારણે બસની છત પરથી પાણી ટપકવા લાગ્યું. જેના કારણે ડ્રાઈવરે છત્રી કાઢીને તેજ ગતિએ બસ ચલાવવાનું શરૂ કર્યું હતું. જે રીતે ડ્રાઈવર એક હાથે બસ ચલાવી રહ્યો હતો, ગમે ત્યારે અકસ્માત સર્જાઈ શકે છે. આ રીતે જોખમ લઈને બસ ચલાવવાથી તમારી સાથે બીજાના જીવને પણ ખતરો છે. આ વીડિયો વાયરલ થયા બાદ હવે તેના પર રાજકારણ પણ શરૂ થઈ ગયું છે.
મુંબઈ કોંગ્રેસે આ વીડિયો ટ્વીટ કરીને સરકાર પર નિશાન સાધ્યું છે. સાથે જ યુઝર્સ આ વીડિયો પર અલગ-અલગ રીતે કોમેન્ટ પણ કરી રહ્યા છે. આ વીડિયો પર એક યુઝરે લખ્યું, ‘યો તો ઉત્તર પ્રદેશ સે ભી એક કદમ આગળ’. તે જ સમયે અન્ય એક યુઝરે લખ્યું, ‘પેસેન્જર ભગવાન ભરોસે’.
महाराष्ट्र के गढ़चिरौली में लीक हो रही थी बस की छत, ड्राइवर एक हाथ में छाता और दूसरे में स्टीयरिंग पकड़े चला रहा था बस. pic.twitter.com/zMj00bKuva
— Utkarsh Singh (@UtkarshSingh_) August 25, 2023
આપને જણાવી દઈએ કે મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં એક તૂટેલી છતવાળી બસ રોડ પર ચાલી રહી હતી, જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (MSRTC)ની બસને ગઢચિરોલી-અહેરી રોડ પર તૂટેલી છત સાથે ડ્રાઈવર લઈ જઈ રહ્યો હતો. જોકે આ મામલે કાર્યવાહી પણ કરવામાં આવી હતી.